WC 2023 IND vs AUS Final : રોહિત શર્માએ તોડ્યો આ બે દિગ્ગજ ક્રિકેટરોનો વર્લ્ડ રેકોર્ડ

રોહિતે કોઈ એક ટીમ સામે સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

રોહિતે અત્યાર સુધીના તમામ વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન ફટકારવાનો પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
WC 2023 IND vs AUS Final : રોહિત શર્માએ તોડ્યો આ બે દિગ્ગજ ક્રિકેટરોનો વર્લ્ડ રેકોર્ડ 1 - image

અમદાવાદ, તા.19 નવેમ્બર-2023, રવિવાર

Ind vs Aus World Cup 2023 Final : વર્લ્ડકપ-2023ના ફાઈનલ મહામુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ફરી મોટો સ્કોર કરવામાં ચુકી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેષ્ઠ શરૂઆત કરી હતી, જોકે ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)ની બોલિંગમાં સિક્સ ફટકારવાના પ્રયાસમાં રોહિત આઉટ થયો છે અને તેનો કેચ ટ્રેવિસ હેડે (Travis Head) પકડ્યો છે. રોહિત શર્મા 31 બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 47 રન બનાવ્યા, જોકે આ દરમિયાન તેણે બે દિગ્ગજ ક્રિકેટરોનો વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો છે.

રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

3 સિક્સ ફટકારવાની સાથે જ રોહિત શર્મા વન-ડે ફોર્મેટમાં એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે રોહિતે ક્રિસ ગેલ (Chris Gayle)નો વર્લ્ડ રેકોર્ડ તોડી આગળ નીકળી ગયો છે. ક્રિસ ગેસે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડેમાં કુલ 85 સિક્સ ફટકારી હતી, જોકે રોહિતે વન-ડે ફોર્મેટમાં કોઈ એકટીમ સામે સૌથી વધુ અત્યાર સુધીમાં કુલ 87 સિક્સ ફટકારી છે, આ સાથે જ તેણે ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રોહિતે વિલિયમસનનો પણ રેકોર્ડ તોડ્યો

રોહિત શર્માએ આ મેચમાં 47 રન બનાવી આઉટ થયો છે, જોકે રોહિતે ક્રિસ ગેલ ઉપરાંત કેન વિલિયમસન (Ken Williamson)ને પાછળ છોડી દીધો છે. રોહિત વન-ડે વર્લ્ડકપની સીઝનમાં સુકાની તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં 597 રન નોંધાવ્યા છે, જે કેપ્ટન તરીકે કોઈપણ વર્લ્ડકપની સીઝનમાં સૌથી વધુ રન છે. રોહિતે પહેલાં વિલિયમસને 2019ના વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે 578 રન બનાવ્યા હતા, ત્યારે રોહિતે 2023માં 597 રન ફટકારી વિલિયમસને વર્લ્ડરેકોર્ડ તોડ્યો છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકાર સુકાની

  • 597 રન - રોહિત શર્મા (2023)
  • 578 રન - કેન વિલિયમસન (2019)
  • 548 રન - મહેલા જયવર્દિન (2007)
  • 539 રન - રિકી પોન્ટિંગ (2007)
  • 507 રન - એરોન ફિંચ (2019)

Google NewsGoogle News