જ્યાં સુધી જીતીશું નહીં ત્યા સુધી...', ફાઈનલમાં નિરાશાજનક પ્રદર્શન પર શુભમન ગિલ થયો ઈમોશનલ
ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું
Image:IANS |
World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર બાદ શુભમન ગિલે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. ગિલે ફાઈનલમાં મળી હારના દર્દ(Shubman Gill's Emotional Tweet)ને સ્વીકાર્યું અને ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની સફર અંગે પણ પોતાના વિચારો મુક્યા હતા.
શુભમન ગિલે એક્સ પર પોસ્ટ કરીને વ્યક્ત કરી ભાવનાઓ
શુભમન ગિલે એક્સ પર ભારતીય ટીમની તસવીર શેર કરતા લખ્યું, ' લગભગ 16 કલાક થઈ ગયા છે પરંતુ તે હજી પણ તેટલી જ પીડા થઇ રહી છે જેટલી ગઈ રાત્રે થઇ હતી. કેટલીકવાર તમારું બધું આપવું પૂરતું નથી હોતું. અમે અમારા અંતિમ લક્ષ્યથી દૂર રહી ગયા પરંતુ આ યાત્રાનું દરેક પગલું અમારી ટીમની ભાવના અને સમર્પણનું પ્રમાણ છે. અમારા અદ્ભુત ચાહકો માટે, અમારા ઉતાર-ચઢાવ દ્વારા તમારો અવિશ્વસનીય સમર્થન અમારા માટે ઘણો મહત્વ રાખે છે. આ અંત નથી, જ્યાં સુધી આપણે જીતીશું નહીં ત્યાં સુધી તે સમાપ્ત નહી થયા. જય હિન્દ'
ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગિલ માત્ર 4 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જયારે કે.એલ રાહુલે 66 અને વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 241 રનનો લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.