ICC ભારતના બોલરોને અલગ બોલ આપી રહ્યાં છે, તપાસ થવી જોઈએ : પૂર્વ પાક.ક્રિકેટર
હસને કહ્યું કે આઈસીસી અથવા બીસીસીઆઈ જે પણ બોલ આપી રહ્યા છે. મને લાગે છે કે આ બોલનું નિરીક્ષણ કરવુ જોઈએ
Image Twitter |
તા. 3 ઓક્ટોબર 2023, શુક્રવાર
પાકિસ્તાનના ક્રિકેટર હસન રજા વિશે લગભગ દરેક ક્રિકેટ ચાહકોને ખબર હશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરનારા આ વર્લ્ડ રેકોર્ડ હસન રજાના નામે છે. તેમણે 14 વર્ષ અને 233 દિવસની ઉંમરમાં પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યુ હતું. ક્રિકેટના મેદાન પર તો રજા કોઈ ખાસ પરફોર્મન્સ બતાવી ન કરી શક્યા અને જલ્દી ટીમથી બહાર થઈ ગયા હતા. હવે 41 વર્ષની ઉંમરમાં તેમણે એવુ નિવેદન આપ્યું છે કે શાયદ કોઈ 14 વર્ષનું બાળક પણ ન વિચારી શકે.
ભારતીય ટીમને મળે છે અલગ બોલ
પાકિસ્તાનના પુર્વ ક્રિકેટ હસન રજાએ શ્રીલંકા વિરુદ્ધ ભારતને મળેલી જીત પછી અજીબો-ગરીબ દાવો કર્યો છે. તેનુ કહેવુ છે કે, આઈસીસી ભારતીય ટીમને બોલિંગ કરવા માટે અલગ બોલ આપે છે. એક પાકિસ્તાની ચેનલ પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે બેટિંગ થઈ રહી હોય છે ત્યારે ભારતીય ખેલાડીઓ સારુ રમતા હોય છે પરંતુ જ્યારે ભારત તેમની બોલિંગ શરુ કરે છે તો શમી અને સિરાજ જેવા બોલરો એવા જ દેખાય છે જેવા અમને દક્ષિણ આફ્રિકામાં એલન ડોનાલ્ડ અને મખાયા એનતિની સાથે રમતા હતા. સાઉથ આફ્રિકામાં અમને જે બોલ જોવા મળતો હતો, જેમા એક સાઈડ ચમક હોય છે, અને બીજી બાજુ ચમક નથી હોતી અને બોલ રિવર્સ થાય છે.
તેણે આગળ વાત કરતાં કહ્યું કે, પરંતુ અહીં મને લાગી રહ્યું છે કે, બોલને બદલી નાખવામાં આવે છે. હસને કહ્યું કે આઈસીસી અથવા બીસીસીઆઈ જે પણ બોલ આપી રહ્યા છે. મને લાગે છે કે આ બોલનું નિરીક્ષણ કરવુ જોઈએ.
આકાશ ચોપડાએ આપ્યો જવાબ
સોશિયલ મીડિયા પર હસન રજાનો વીડિયો વાયરલ થયા બાદ તેનો જવાબ આપતા ભારતીય ટીમના પુર્વ બેસ્ટમેન આકાશ ચોપડાએ વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, શું આ એક સીરિયસ ક્રિકેટ શો છે? જો ના તો, કૃપા કરીને અંગ્રેજીમાં વ્યંગ કોમેડી લખી દો, મારુ કહેવાનું એ છે કે આ પહેલાથી જ ઉર્દુમાં લખેલુ હોઈ શકે છે પરંતુ અમે તેને વાંચી શકતા નથી અને સમજી શકતા નથી.