VIDEO: કોહલીની નકલ કરતો ગ્લેન મેક્સવેલ, જુઓ તમારા ચહેરા પર પણ હાસ્ય આવી જશે
સીઝનની પહેલી મેચ 22મી માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે
IPL 2024: આઈપીએલ 2024ની તૈયારીઓ થઈ ગઈ છે. સીઝનની પહેલી મેચ 22મી માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે આરસીબી કેમ્પમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન આરસીબીના પ્રેક્ટિસ સેશનનો ફની વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરાટ કોહલી નેટમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ગ્લેન મેક્સવેલ તેની પાછળ ઊભો છે અને તેની નકલ કરી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ નકલ કરતો જોવા મળ્યો હતો.
ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આરસીબીના નેટ સેશનનો વીડિયો આઈપીએલના ઓફિશિયલ એકાઉન્ટ 'X'પર પોસ્ટ કર્યો છે. જેમાં મેક્સવેલ વિરાટ કોહલીની નકલ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે કોહલી તેના શોટ રમી રહ્યો છે, ત્યારે મેક્સવેલ પાછળ ઉભો છે અને તેની નકલ કરી રહ્યો છે. એટલું જ નહીં મેક્સવેલે કોહલીના ગ્લોવ્ઝ એડજસ્ટમેન્ટની નકલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ સુધી આઈપીએલની ટ્રોફી જીતી નથી. આ વર્ષે સ્મૃતિ મંધાનાએ મહિલા પ્રીમિયર લીગની ટ્રોફી આરસીબીને અપવી છે. આવી સ્થિતિમાં પુરૂષ ટીમ પાસેથી ચાહકોની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.
આરસીબીની ટીમમાં આ મોટા ખેલાડીઓ છે
આરસીબીની ટીમમાં વિરાટ કોહલીથી લઈને ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓ છે. આ કારણે તેમની બેટિંગ લાઈનઅપ ઘણી મજબૂત બની છે. જો કે, આરસીબી બોલિંગમાં મજબૂત નથી. આ વખતે જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસરંગા ટીમમાં નથી. બોલિંગ આગેવાની મોહમ્મદ સિરાજ કરી રહ્યો છે. સાથે લોકી ફર્ગ્યુસન, રીસ ટોપ્લી અને અલ્ઝારી જોસેફ હશે. આ સિવાય તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરનાર આકાશદીપ પણ આરસીબીની બોલિંગ યુનિટનો એક ભાગ છે.
વિરાટ કોહલીનું કમબેક
વિરાટ કોહલી લાંબા સમય બાદ કમબેક કરી રહ્યા છે. તેમણે છેલ્લે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ રમી હતી. તે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચ માટે ટીમમાં હતો, પરંતુ પુત્ર અકાયના જન્મ માટે રજા લીધી હતી. આ દરમિયાન T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં કોહલીના સ્થાનને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં આઈપીએલની આ સિઝન કોહલી માટે ઘણું સાબિત થશે. એવું માનવામાં આવે છે કે, આ આપીએમાં શાનદાર બેટિંગ કરીને તે વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.