Get The App

IND vs AUS: રાહુલ આઉટ હતો કે નોટ આઉટ, પહેલી જ મેચમાં વિવાદ, ફેન્સે અમ્પાયર પર કાઢી ભડાશ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
IND vs AUS: રાહુલ આઉટ હતો કે નોટ આઉટ, પહેલી જ મેચમાં વિવાદ, ફેન્સે અમ્પાયર પર કાઢી ભડાશ 1 - image


Image: X

IND vs AUS: પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો બેટ્સમેન કે એલ રાહુલ તરફથી લાગ્યો છે. જોકે, બોલ તેના બેટથી લાગ્યો હતો કે પેડથી તેની પર ખેલાડીઓની વચ્ચે અસંમતિ નજર આવી. એટલું જ નહીં અમ્પાયરની તરફથી આઉટ આપ્યા બાદ કે એલ રાહુલ પણ ડ્રેસિંગ રૂમની તરફ જતી વખતે નાખુશ નજર આવ્યો. વિપક્ષી ટીમની તરફથી લેવામાં આવેલા રિવ્યૂમાં પણ એવી ખાતરી થઈ રહી હતી જેમ કે તેનું બેટ બોલથી ટકરાવાને બદલે તેના પેડથી પહેલા ટકરાઈ ગયુ, પરંતુ અમ્પાયરનો નિર્ણય સર્વમાન રહ્યો અને રાહુલને નિરાશા સાથે પવેલિયન ફરવું પડ્યું. 

અમ્પાયરના નિર્ણયથી નારાજ થયા ભારતીય ચાહકો

કે એલ રાહુલને આઉટ આપ્યા બાદ અમ્પાયરના નિર્ણયથી ભારતીય ચાહકો ખૂબ નિરાશ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.

આ પણ વાંચો: IND vs AUS: કોહલી સસ્તામાં આઉટ, જયસ્વાલનું ખાતું પણ ન ખૂલ્યું, પર્થમાં ટીમ ઈન્ડિયાનો નિરાશાજનક દેખાવ

26 રન બનાવવામાં સફળ રહ્યો કે એલ રાહુલ

પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં ઈનિંગની શરૂઆત કરતી વખતે કે એલ રાહુલે કુલ 74 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તે 35.13ની સ્ટ્રાઈક રેટથી 26 રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેના બેટથી ત્રણ ચોગ્ગા નીકળ્યા. બ્લૂ ટીમ માટે પહેલી ઈનિંગમાં તે ચોથા બેટ્સમેન તરીકે આઉટ થયો.


Google NewsGoogle News