સંન્યાસથી પાછો આવ્યો અને 24 જ કલાકમાં સસ્પેન્ડ થયો આ સ્ટાર ક્રિકેટર, પણ IPLની ટીમને થશે રાહત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
સંન્યાસથી પાછો આવ્યો અને 24 જ કલાકમાં સસ્પેન્ડ થયો આ સ્ટાર ક્રિકેટર, પણ IPLની ટીમને થશે રાહત 1 - image


Wanindu Hasaranga: કોઈ એક માટે જે સમચાર ખરાબ હોય તે અન્ય માટે લાભદાયી નીવડતા હોય છે. શ્રીલંકાના વાનિન્દુ હસરંગાને સસ્પેન્ડ કર્યાના સમાચાર પણ એવા જ છે. શ્રીલંકાના આ સ્પિનર ​​નિવૃત્તિમાંથી પરત ફરી રહ્યા છે, જેથી તેની ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી શકે, પણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે વાનિન્દુ હસરંગાને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યાના બીજા જ દિવસે અમ્પાયર સાથે ગેરવર્તણૂકના આરોપમાં 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

હસરંગાની પસંદગી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ફટકો

વાનિન્દુ હસરંગા હાલમાં શ્રીલંકા ક્રિકેટ ટીમ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર છે. જેમાં વન-ડે સિરીઝમાં બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. આ હાર બાદ શ્રીલંકાએ ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં વાનિન્દુનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. શ્રીલંકાની ટેસ્ટ ટીમમાં હસરંગાની પસંદગી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક ફટકો હતો કારણ કે તે આઈપીએલની પ્રથમ 3-4 મેચોમાંથી બહાર થઈ શકે છે.

હસરંગા મેચ માટે ઓટોમેટીક સસ્પેન્ડ 

પરંતુ ICCના એક નિર્ણયે ટેસ્ટ ક્રિકેટમાં વાપસીના હસરંગાના સપનાને હાલ પૂરતું મુલતવી રાખી દીધું છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ તેની અડધી મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી અને ત્રણ ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ રીતે હસરંગાને એક વર્ષમાં 8 ડીમેરિટ પોઈન્ટ મળ્યા. ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડીને એક વર્ષમાં 8 ડીમેરિટ પોઈન્ટ મળે છે, તો તેને 2 ટેસ્ટ અથવા 4 ODI અથવા 4 T20 ઈન્ટરનેશનલ મેચ માટે ઓટોમેટીક સસ્પેન્ડ કરવામાં આવે છે.

શ્રીલંકાની હાર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રાહતના સમાચાર 

વાનિન્દુ હસરંગા પાસે સજા સામે અપીલ કરવાનો વિકલ્પ છે. જો આઈસીસી હસરંગાની અપીલ ફગાવી દે છે તો તેનો અર્થ એ થશે કે તે ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં. આનું બીજું પાસું એ છે કે જો હસરંગા શ્રીલંકા-બાંગ્લાદેશ સિરીઝમાં નહીં રમે તો તે આઈપીએલમાં તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈ શકે છે. એટલે કે શ્રીલંકાની હાર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રાહતના સમાચાર બની શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદની પ્રથમ મેચ 23 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.

સંન્યાસથી પાછો આવ્યો અને 24 જ કલાકમાં સસ્પેન્ડ થયો આ સ્ટાર ક્રિકેટર, પણ IPLની ટીમને થશે રાહત 2 - image


Google NewsGoogle News