હાર્દિકને ઝટકો! એક અઠવાડિયામાં છીનવાઈ ગયો ICC T20 ઓલરાઉન્ડરનો તાજ, હવે નંબર-1 કોણ?

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
T20 World cup : Indian Players During A Practice Session before Against Afghanistan
Image : IANS

ICC T20 Ranking: ભારતીય ટીમ (Team India) 29મી જૂને T20 વર્લ્ડ કપમાં વિશ્વવિજેતા (World Champion)બની હતી. આ પછી ICCએ T20Iની રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોમન્સ કરનાર હાર્દિક પંડ્યાને નંબર-1 ઓલરાઉન્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હવે એક અઠવાડિયા જેટલા જ સમયમાં પ્રથમ ક્રમાંકનો તાજ હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ ગયો છે. હવે હાર્દિકના સ્થાને આ ક્રિકેટર T20માં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે.

હાર્દિકના સ્થાને શ્રીલંકાનો ખેલાડી ટોપ પર પહોંચ્યો

ICC દ્વારા T20 ક્રિકેટની જાહેર કરેલી નવી  ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા (Hardik Pandyaને નુકસાન થયું છે. હાર્દિકનું સ્થાન શ્રીલંકા (Sri Lanka)ના ખેલાડી વાનિન્દુ હસરંગા (Wanindu Hasaranga)એ લઈ લીધું છે. અને હાર્દિક બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તાજેતરના રેટિંગ મુજબ હસરંગાના 222 પોઈન્ટ છે જ્યારે હાર્દિકના 213 પોઈન્ટ છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઈનિસ છે, જેના કુલ 211 પોઈન્ટ છે. જ્યારે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પણ ફાયદો થયો છે. અને તે વિશ્વનો ચોથો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની ગયો છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પાંચમા નંબર પર યથાવત છે.

આ પણ વાંચો : ગંભીર બાદ હવે આ સ્ટાર ખેલાડી પર BCCIની નજર! બની શકે છે બોલિંગ કોચ

બેટિંગ અને બોલિંગની રેન્કિંગમાં પણ નુકસાન પહોંચ્યું

હાર્દિકને ICC T20I બેટિંગ રેન્કિંગમાં પણ નુકસાન પહોંચ્યું છે. અને બે સ્થાન ખસકીને 64મા નંબરે પહોંચી ગયો છે. આ ઉપરાંત પંડ્યા ICC T20I બોલિંગ રેન્કિંગમાં પણ ચાર સ્થાન નીચે આવી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં હાર્દિક 56માં નંબર પર પહોંચી ગયો છે. હાલ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં T20 મેચની સીરિઝ રમી રહ્યા છે. જો કે આ સીરિઝમાં હાર્દિક, બુમરાહ, કુલદીપ સહિતના સ્ટાર ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. 

હાર્દિકને ઝટકો! એક અઠવાડિયામાં છીનવાઈ ગયો ICC T20 ઓલરાઉન્ડરનો તાજ, હવે નંબર-1 કોણ? 2 - image


Google NewsGoogle News