શ્રીલંકાના નવા કેપ્ટન વાનિંદુ હસરંગા, RCBએ સ્ટાર ઓલરાઉન્ડરને કર્યા હતા રિલીઝ
હસરંગાને IPL 2023 બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રિલીઝ કરી દેવાયા હતા
હસરંગા ઈજાને લઈને તેઓ એશિયા કપ 2023 અને પછી વનડે વર્લ્ડ કપ 2023 પણ નથી રમી શક્યા
શ્રીલંકા ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને શ્રીલંકાની T20ના કેપ્ટન બનાવાયા છે. હસરંગાને IPL 2023 બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રિલીઝ કરી દેવાયા હતા. હવે રિપોર્ટ્સના અનુસાર, સામે આવેલી માહિતીમાં જણાવાયું છે કે, હસરંગાને શ્રીલંકાની T20 ટીમના કેપ્ટન બનાવી દેવાયા છે. ત્યારે, RCBએ રિલીઝ કર્યા બાદ મિની ઓક્શનમાં હસંગાની બેઝ પ્રાઈઝ પર ખરીદી થઈ હતી.
'સ્પોર્ટ્સ પેવેલિયન'ના રિપોર્ટ અનુસાર, હસરંગાને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે T20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન બનાવાયા છે. શ્રીલંકાએ એપ્રિલમાં ત્રણ ફોર્મેટની સીરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં શ્રીલંકાની T20 ટીમની કમાન દાસુન શનાકાના હાથોમાં હતી. પરંતુ હવે હસરંગાને T20 ટીમના કેપ્ટન બનાવી દેવાયા છે. જોકે, હજુ આ વાતને લઈને કોઈ પ્રકારની સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
હસરંગા માટે 2023નું વર્ષ કંઈ ખાસ નથી રહ્યું. આ વર્ષે ઈજાને લઈને તેઓ એશિયા કપ 2023 અને પછી વનડે વર્લ્ડ કપ 2023 પણ નથી રમી શક્યા. ઓગસ્ટમાં લંકા પ્રીમિયર લીગ દરમિયાન હસરંગાને ઈજા થઈ હતી, જ્યારબાદથી તેઓ ક્રિકેટથી દૂર છે. RCBએ પણ તેમને IPL 2024 પહેલા રિલીઝ કરી દીધા હતા. જોકે, 2024 માટે થયેલા મિની ઓક્સનમાં શ્રીલંકન ઓલરાઉન્ડરને સનરાઈઝર્સ હૈદરાબાદે 1.5 કરોડની બેઝ પ્રાઈઝ પર ખરીદી લીધો હતો.
અત્યાર સુધી આવું રહ્યું ઈન્ટરનેશનલ કરિયર
શ્રીલંકન ઓલરાઉન્ડરે પોતાના કરિયરમાં અત્યાર સુધી 4 ટેસ્ટ, 48 વનડે અને 58 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જોકે, હસરંગા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે તેઓ માત્ર વનડે અને T20 ક્રિકેટ જ રમે છે. તેમણે પોતાના કરિયરમાં 4 ટેસ્ટ રમી, જેમાં 4 વિકેટ લીધી અને બેટિંગ કરતા 1 અડધી સદીની મદદથી 196 રન બનાવ્યા.
આ સિવાય વનડેની 47 ઈનિંગ્સમાં 67 વિકેટ પોતાના નામે કરી અને 42 ઈનિંગ્સમાં બેટિંગ કરીને 4 અડધી સદીની મદદથી 832 રનનો સ્કોર કર્યો. ત્યારે, T20 ઈન્ટરનેશનલની 56 ઈનિંગ્સમાં તેમણે 91 વિકેટ ઝડપી અને 49 ઈનિંગ્સમાં બેટિંગ કરીને 533 રન બનાવ્યા, જેમાં 1 અડધી સદી સામેલ રહી.