નવા કોચ, નવા કેપ્ટન સાથે T20 સીરિઝ રમશે ભારતીય ટીમ, હાર્દિક પંડ્યા-અક્ષર પટેલની ટીમમાં એન્ટ્રી
IND Vs SA, T20 Series : ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ સાથે હાર્યા બાદ હવે આગામી પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાના જવાની છે. જ્યાં 4 મેચની T20 સીરિઝ રમાશે. સૂર્યકુમાર યાદવ આ સીરિઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.
કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણ સંભાળશે
સૂર્યકુમાર યાદવને T20 ફોર્મેટનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ T20 સીરિઝ સર્મિયન ટીમના કોચિંગની જવાબદારી ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ સંભાળશે. તેનું કારણ એ છે કે ગંભીર ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત હતો. હવે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે.
આ ખેલાડીઓને મળ્યું પહેલી વખત ટીમમાં સ્થાન
આ T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર બેટર રમનદીપ સિંહ અને ઝડપી બોલર વિજયકુમાર વૈશાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ખેલાડીઓને પહેલીવાર સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. લેફ્ટ આર્મ ઝડપી બોલર યશ દયાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ઝડપી બોલર મયંક યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબેન ઈજાના કારણે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓલરાઉન્ડર રિયાન પરાગ પણ પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, આવેશ ખાન અને યશ દયાલ.
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યુલ :
8 નવેમ્બર - 1લી T20, ડરબન
10 નવેમ્બર - 2જી T20, ગકેબરહા
13 નવેમ્બર - 3જી T20, સેન્ચુરિયન
15 નવેમ્બર - 4થી T20, જોહાનિસબર્ગ