Asian Games 2023: વિથ્યા રામરાજે પીટી ઉષાના નેશનલ રેકોર્ડની કરી બરાબરી, 400 મીટર હર્ડલ્સ રેસની ફાઈનલમાં પહોંચી

વિથ્યા અને નિથ્યા જોડિયા બહેનો એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
Asian Games 2023: વિથ્યા રામરાજે પીટી ઉષાના નેશનલ રેકોર્ડની કરી બરાબરી, 400 મીટર હર્ડલ્સ રેસની ફાઈનલમાં પહોંચી 1 - image
Image:File Photo

Asian Games 2023 Vithya Ramraj : એશિયન ગેમ્સ 2023માં ભારતીય મહિલા એથ્લીટ વિથ્યા રામરાજે 39 વર્ષ જૂના નેશનલ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિથ્યાએ 400 મીટર હર્ડલ રેસમાં ભારતીય દિગ્ગજ એથ્લીટ પીટી ઉષા(Vithya Ramraj Equals PT Usha's National Record)ના નેશનલ રેકોર્ડની બરાબરી કરી છે. વિથ્યાએ 55.42 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આ રેકોર્ડ ટાઈમિંગ સાથે તેણે પોતાની હીટમાં ટોપ પર રહી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

39 વર્ષ બાદ કોઈ એથ્લીટે આ રેકોર્ડને સ્પર્શ્યો

વર્ષ 1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પીટી ઉષાએ 55.42 સેકન્ડમાં 400 મીટર હર્ડલ રેસ પૂરી કરી હતી. તે ફાઈનલમાં ચોથા સ્થાને રહી હતી. જો કે પીટી ઉષાએ આ શાનદાર પ્રદર્શનથી 400 મીટર હર્ડલ રેસમાં એક એવો ભારતીય રેકોર્ડ બનાવ્યો જે છેલ્લા 39 વર્ષથી અન્ય ભારતીય એથ્લીટ તોડી શક્યા ન હતા. હવે 39 વર્ષ બાદ કોઈ એથ્લીટે આ રેકોર્ડને સ્પર્શ્યો છે.

જોડિયા બહેનો એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે 

વિથ્યાની એક બહેન પણ છે જે એશિયન ગેમ્સ 2023માં ભાગ લઇ રહી છે. તેની બહેનનું નામ નિથ્યા છે. વિથ્યા અને નિથ્યા જોડિયા બહેનો છે અને બંને એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. એશિયન ગેમ્સમાં જ્યાં વિથ્યા 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લઇ રહી છે ત્યાં બીજી તરફ નિથ્યા 100 મીટર હર્ડલ રેસમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ પ્રથમ વખત છે જયારે જોડિયા બહેનો એક સાથે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

  Asian Games 2023: વિથ્યા રામરાજે પીટી ઉષાના નેશનલ રેકોર્ડની કરી બરાબરી, 400 મીટર હર્ડલ્સ રેસની ફાઈનલમાં પહોંચી 2 - image


Google NewsGoogle News