'ગબ્બર'ની નિવૃત્તિ અંગે 'વીરુ' નું દર્દ છલકાયું! કહ્યું - 'જ્યારથી તેં મને મોહાલીમાં રિપ્લેસ કર્યો...'

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
'ગબ્બર'ની નિવૃત્તિ અંગે 'વીરુ' નું દર્દ છલકાયું! કહ્યું - 'જ્યારથી તેં મને મોહાલીમાં રિપ્લેસ કર્યો...' 1 - image


Virendra Sehwag Reaction on Shikhar Dhavan Viral :  'ગબ્બર' નામે પ્રસિદ્ધ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટર શિખર ધવને આજે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. તેણે છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ધવને જેવી જ તેની રિટાયરમેન્ટની જાહેરાત કરી કે ફેન્સ અને ક્રિકેટર્સ તરફથી રિએક્શનનું પૂર આવી ગયું. 

વીરેન્દ્ર સહેવાગનું પણ દર્દ છલકાયું! 

પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ જેને આપણે વીરુ તરીકે પણ સંબોધીએ છીએ તેનાથી પણ રહેવાયું નહીં અને વીરુએ આ મામલે પ્રતિક્રિયા આપતાં શિખર ધવનને શુભેચ્છાઓ પાઠવી. જો કે વીરુની પોસ્ટની ભારે ચર્ચા થઇ રહી છે. ઘણાં લોકો કહે છે કે સેહવાગની પોસ્ટમાં 11 વર્ષ જૂનું દર્દ છલકાઈ રહ્યું છે. 

તે મને મોહાલીમાં રિપ્લેસ કર્યો... 

સેહવાગે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ધવનના વીડિયોને રિપોસ્ટ કરતાં લખ્યું કે ‘શિક્કી તને શુભેચ્છા. જ્યારથી તેં મને મોહાલીમાં રિપ્લેસ કર્યો, તેં પાછળ વળીને ક્યારેય જોયું નથી. છેલ્લા કેટલાક સમયમાં તારો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે. હવે મોજ મસ્તી કર, જીવનની મજા માણજે. તને મારી શુભેચ્છાઓ.’

જો કે સહેવાગની રિપ્લેસ કરવાની વાતને અનેક ક્રિકેટ ફેન્સે પકડી લીધી હતી. એક યુઝરે લખ્યું કે ‘વીરુ પાજી ધવને તમને રિપ્લેસ નહોતા કર્યા, પણ તમને ડ્રોપ કરાયા હતા.’ 

'ગબ્બર'ની નિવૃત્તિ અંગે 'વીરુ' નું દર્દ છલકાયું! કહ્યું - 'જ્યારથી તેં મને મોહાલીમાં રિપ્લેસ કર્યો...' 2 - image



Google NewsGoogle News