Get The App

ICC Hall of Fame : વિરેન્દ્ર સેહવાગ સહિત આ ત્રણ ક્રિકેટરને ICCએ કર્યા હોલ ઓફ ફેમમાં સામેલ

સેહવાગ ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
ICC Hall of Fame : વિરેન્દ્ર સેહવાગ સહિત આ ત્રણ ક્રિકેટરને ICCએ કર્યા હોલ ઓફ ફેમમાં સામેલ 1 - image
Image:SocialMedia

ICC Hall Of Fame : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ ઓપનરમાંથી એક છે. સેહવાગે પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા ભારતીય ટીમને ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર નીકળી છે. ભારત માટે સેહવાગ ટેસ્ટ ઉપરાંત વનડે અને T20I પણ રમી ચુક્યો છે. વિરેન્દ્ર સેહવાગના ક્રિકેટમાં યોગદાનના કારણે ICCએ તેના હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો છે.

આ ખેલાડીઓને પણ કર્યા સામેલ

ICCએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. વિરેન્દ્ર સેહવાગના ક્રિકેટિંગ કરિયરની વાત કરીએ તો તેણે 104 ટેસ્ટ મેચ રમી છે. આ ઉપરાંત તેણે ભારત માટે 251 વનડે અને 19 T20I મેચ રમી છે. ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત ત્રેવડી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે. તેણે ટેસ્ટમાં 8586, વનડેમાં 8273 જયારે T20Iમાં 394 રન બનાવ્યા છે. સેહવાગ ઉપરાંત ડાયના એડુલજી અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી અરવિંદા ડી સિલ્વાને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે.

ICC Hall of Fame : વિરેન્દ્ર સેહવાગ સહિત આ ત્રણ ક્રિકેટરને ICCએ કર્યા હોલ ઓફ ફેમમાં સામેલ 2 - image


Google NewsGoogle News