Get The App

શું MS ધોની T20 વર્લ્ડ કપ રમશે? જાણો સેહવાગ અને ઈરફાન પઠાણે શું કહ્યું

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
શું MS ધોની T20 વર્લ્ડ કપ રમશે? જાણો સેહવાગ અને ઈરફાન પઠાણે શું કહ્યું 1 - image


Virender Sehwag & Irfan Pathan On MS Dhoni: IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોની સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ખાસ કરીને છેલ્લી ઓવરોમાં વિપક્ષઈ બોલરો માટે માહીને રોકવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની 8 મેચમાં 6 વખત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો છે પરંતુ કોઈ બોલર તેને આઉટ નથી કરી શક્યો. બીજી તરફ કેપ્ટન કૂલે 35 બોલમાં 91 રન બનાવ્યા છે. જો કે આ પછી ચાહકોનું કહેવું છે કે માહીએ ટી20 વર્લ્ડ કપમાં રમવું જોઈએ. આ સાથે જ ઘણા પૂર્વ ક્રિકેટરો ઈચ્છે છે કે ટી-20 વર્લ્ડ કપ 2024માં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતો નજર આવે. 

ટી-20 વર્લ્ડ કપમાં માહીની થશે વાઈલ્ડ કાર્ડ ઈન્ટ્રી!

વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ અને વરુણ આરોન જેવા પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં માહીની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવી જોઈએ. ઈરફાન પઠાણે કહ્યું કે જો મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપમાં રમવા માંગે તો કદાચ કોઈ તેને ના નહીં પાડે. જો કે, આવું ન બને પરંતુ જો આવું થાય તો કોઈને કોઈ વાંધો ન પડે. બીજી તરફ વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે આ સિઝનમાં માહી 250થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. આ સાથે જ તે હજુ સુધી આઉટ નથી થયો નથી. સાથે જ વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપમાં માહીથી સારો વિકેટકીપર કોણ હોઈ શકે?

રોહિત શર્માએ માહી માટે શું કહ્યું?

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોની પર નિવેદન આપ્યું હતું. જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે T20 વર્લ્ડ કપ માટે કયા વિકેટકીપરને તક મળશે? આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીને મનાવવા મુશ્કેલ છે. જો કે તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ ક્રિકેટ રમવા માટે નહીં પરંતુ ગોલ્ફ રમવા આવી રહ્યો છે. ત્યારબાદ રોહિત શર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.


Google NewsGoogle News