Get The App

વિરાટ કોહલીનો પબ ફરી વિવાદોમાં! તંત્રએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલીનો પબ ફરી વિવાદોમાં! તંત્રએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો 1 - image

Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હકીકતમાં બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) એ બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક સ્થિત કોહલીના વન 8 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટને નોટિસ જારી કરી છે. પબને ફાયર સેફ્ટીના માનકોનો અમલ ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે.

ફાયર વિભાગનું પ્રમાણપત્ર જ નથી પબ પાસે 

સામાજિક કાર્યકર વેંકટેશે કોર્પોરેશનને ફાયર સેફ્ટીના માનકોમાં થઈ રહેલી બેદરકારીની ફરિયાદ કરી હતી. જેને લઈને BBMPએ પબને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ફાયર સેફ્ટીનો અમલ કરવામાં આવ્યો નથી. અને ફાયર વિભાગનું પ્રમાણપત્ર પણ મેળવ્યું નથી. વિરાટ કોહલીના 'વન 8 કોમ્યુન' પબની શાખાઓ દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા મોટા શહેરોમાં છે. બેંગ્લોર ખાતે આવેલા પબને ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોલવામાં આવ્યું હતું. તે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાજુમાં કસ્તુરબા રોડ પર રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલું છે.

પબના મેનેજર સામે આગાઉ કેસ નોંધવામાં આવ્યો હતો

આગાઉ પણ આ પબ ચર્ચામાં આવી ચૂક્યું છે. જુલાઈમાં પોલીસે વન 8 કોમ્યુન પબના મેનેજર સામે કેસ નોંધ્યો હતો. આરોપ એવો હતો કે, આ પબ રાત્રે 1 વાગ્યાના બંધ થવાના સમય પછી પણ ખુલ્લું હતું. અને ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા એક સબ-ઇન્સ્પેક્ટરને સમાચાર મળ્યા હતા કે વન 8 કમ્યુન બાર મોડી રાત સુધી ખુલ્લું છે. જ્યારે સબ-ઇન્સ્પેક્ટર સવારે 1:20 વાગ્યે પબ પહોંચ્યા ત્યારે તેમણે જોયું હતું કે, બાર મોદી રાત્રી સુધી ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું. તેના આધારે FIR નોંધવામાં આવી હતી.વિરાટ કોહલીનો પબ ફરી વિવાદોમાં! તંત્રએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો 2 - image

   


Google NewsGoogle News