વિરાટ કોહલીનું ભવિષ્ય શુભમન ગિલ કેવું રમશે તેના પર ટક્યું! કોચ અને સિલેક્ટર લેશે અંતિમ નિર્ણય
Virat Kohli's future depends on shubman gill : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમની હારને લઈને BCCIએ સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની કારકિર્દી પર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. કારણ કે બંનેની ઉંમર 35 વર્ષથી વધુ થઇ ગઈ છે. હવે જો ગિલ સારું ફોર્મ કરીને મિડલ ઓર્ડરની જવાબદારી સાંભળી લે છે તો વિરાટ કોહલીને ટીમમાંથી પડતો મૂકી શકાય છે.
એક અહેવાલ અનુસાર BCCIની સમીક્ષા બેઠકમાં કોહલી અને રોહિતના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, પસંદગીકાર અજિત અગરકર BCCIના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સાઇકિયા હાજર રહ્યા હતા. ભારતને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે હાલના સમયમાં ભારતની સૌથી મોટી હાર હતી.
રોહિત અને કોહલી અંગેનો નિર્ણય અગરકર અને તેની ટીમ લેશે
રિપોર્ટ અનુસાર, BCCI અધિકારીઓએ રોહિત અને કોહલી અંગે નિર્ણય લેવાની જવાબદારી અગરકર અને તેની ટીમ પર છોડી દીધી છે. બોર્ડ ટેસ્ટમાં રોહિતના સતત ખરાબ પ્રદર્શનથી ચિંતિત છે. રોહિતે છેલ્લા આઠ ટેસ્ટ મેચમાં ફક્ત 164 રન જ બનાવ્યા છે. જેમાં ફક્ત એક અડધી સદીનો સમાવેશ થાય છે. આમાંથી તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પાંચ ઇનિંગ્સમાં 31 રન બનાવ્યા હતા. જ્યાં તેની સરેરાશ ફક્ત 6.2 રહી હતી.
આ પણ વાંચો : દેવજીત સૈકિયા બન્યા BCCIના નવા સેક્રેટરી, પ્રભતેજ ભાટિયા સંભાળશે કોષાધ્યક્ષની જવાબદારી
પસંદગીકારો રોહિતના ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનથી ચિંતિત
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 'આનો અર્થ એ નથી કે રોહિતનું 'હું ક્યાંય જવાનો નથી' એ નિવેદન સાચું સાબિત થશે. પસંદગીકારો રોહિતના ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનથી ચિંતિત છે. પરંતુ કેપ્ટનશીપ અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. રોહિત પોતે યોગ્ય નિર્ણય લેશે. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝ હજુ પાંચ મહિના દૂર છે તેથી પસંદગીકારો આ મામલે વિચાર કરતા પહેલા અભિપ્રાય બનાવે તેવી શક્યતા છે. શુભમન ગિલ હજુ સુધી કોહલીની ભૂમિકામાં ફિટ થઈ શક્યો નથી. સચિન તેંડુલકરે જયારે નિવૃત્તિ લીધી ત્યારે કોહલી જે સ્તર પર તૈયાર હતો, તેની નજીક પણ તે નથી.'