શું વિરાટ કોહલી વનડે અને T20 સિરીઝ નહીં રમે ? સામે આવી ચોંકાવનારી જાણકારી
વિરાટ કોહલીએ ODI World Cup 2023ની 11 મેચમાં 765 રન બનાવ્યા હતા
Image:IANS |
Virat Kohli Takes Break From White Ball Cricket : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ હવે તેને લઈને એક ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે. મળેલી માહિતી મુજબ વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે રમાનાર વ્હાઈટ બોલ સિરીઝ નહી રમે. અહેવાલો મુજબ કોહલી વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેશે અને માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમશે.
કોહલી વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેશે!
મળેલા અહેવાલો મુજબ વિરાટ કોહલીએ BCCIને જણાવ્યું છે કે તે વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેશે અને તે માત્ર ટેસ્ટ ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. જ્યાં તે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. જેની શરૂઆત 10 ડિસેમ્બરે ત્રણ મેચની T20 સિરીઝથી થવાની છે. તે પછી 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે અને ત્યારબાદ 26 ડિસેમ્બરથી ભારતીય ટીમ બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે હાજર રહેશે કોહલી
એક સૂત્રે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'કોહલીએ BCCI અને સિલેક્ટર્સને કહ્યું છે કે તેને વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેકની જરૂર છે અને જ્યારે તેને વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાની હશે ત્યારે તે પાછો આવશે. હાલ તેણે BCCIને કહ્યું છે કે તે રેડ બોલ ક્રિકેટ રમશે, જેનો અર્થ છે કે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે હાજર રહેશે.'