Photos : IPL 2024માં નવા અવતારમાં જોવા મળશે વિરાટ કોહલી, નવા લુકનો ફોટો આવ્યો સામે

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
Photos : IPL 2024માં નવા અવતારમાં જોવા મળશે વિરાટ કોહલી, નવા લુકનો ફોટો આવ્યો સામે 1 - image


Image Source: Instagram

Virat Kohli New Look : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં વિરાટ કોહલીની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) તરફથી વિરાટ કોહલી જ્યારે મેદાન પર ઉતરશે, તો તેમનુ એકદમ નવુ ઈન્ટેન્સ લુક ચાહકોને જોવા મળશે. સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે વિરાટ કોહલીના નવા હેરકટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગયા છે. વિરાટ કોહલીનું મોહોક હેરકટ તો છે જ પરંતુ આ સાથે તેમણે પોતાની આઈબ્રો પર પણ અમુક સ્ટાઈલિંગ કરાવ્યુ છે જે ખૂબ અલગ નજર આવી રહ્યુ છે. વિરાટ કોહલી ગયા મહિને જ બીજી વખત પિતા બન્યા છે. ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીએ ભાગ લીધો નહોતો અને આઈપીએલ 2024ની સાથે તેઓ ક્રિકેટના મેદાન પર વાપસી કરવા જઈ રહ્યા છે.

વિરાટે પોતાની ગત ઈન્ટરનેશનલ મેચ જાન્યુઆરીમાં રમી હતી અને જે બાદથી તેઓ ક્રિકેટથી બ્રેક પર છે. વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) થી પર્સનલ લીવ લીધી હતી. આઈપીએલ 2024માં તેમના ફોર્મ પર સૌની નજર હશે. વિરાટ કોહલી આઈપીએલની પહેલી સીઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે રમી રહ્યા છે. વુમન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) નો ખિતાબ આ વખતે આરસીબીએ જીત્યો છે અને ચાહકોને આશા છે કે આઈપીએલમાં પણ આરસીબી ટ્રોફી જીતશે. દરમિયાન વિરાટ કોહલીનું પોર્મ ટીમ માટે ખૂબ મહત્વની થઈ જાય છે.

આઈપીએલના તાત્કાલિક બાદ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 પણ રમાવાની છે. જે 2 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાવાની છે. વિરાટ કોહલીને લઈને તમામ પ્રકારની ખબરો પહેલા જ મીડિયામાં આવી ચૂકી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈસીસી ટી20 વર્લ્ડ કપ માટે સ્કવોડમાં તેમનું સ્થાન પૂરા પ્રકારે પાક્કુ નથી. 


Google NewsGoogle News