World Cup 2023 : કોહલીએ મેચ જોતા-જોતા કપાવ્યા વાળ, સોશ્યલ મીડિયા પર ફોટો થયો વાયરલ

વિરાટ કોહલી આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કોહલીએ મેચ જોતા-જોતા કપાવ્યા વાળ, સોશ્યલ મીડિયા પર ફોટો થયો વાયરલ 1 - image
Image:Social Media

World Cup 2023 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ODI World Cup 2023ની 37મી મેચ રમાનાર છે. આ મેચ પહેલા ગઈકાલે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI World Cup 2023ની એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવી સેમિફાઈનલની રેસને ખુબ જ રોમાંચક બનાવી દીધી છે. આજે વિરાટ તેનો 35મો જન્મદિવસ પણ ઉજવી રહ્યો છે. જન્મદિવસ પહેલા વિરાટે ગઈકાલે ટીમ હોટેલ(Virat Kohli Watched PAK vs NZ Match While Gatting Hair Cut)માં વાળ કપાવ્યા હતા. આ દરમિયાન તે મોબાઈલ ફોન પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ જોઈ રહ્યો હતો. જેની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

બંને ટીમો સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ચુકી છે

ભારત અને સાઉથ આફ્રિકા બંને ODI World Cup 2023ના સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ચુક્યું છે. જયારે ઓસ્ટ્રેલિયા પણ લગભગ સેમિફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. સેમિફાઈનલમાં પહોંચનાર ચોથી ટીમ તરીકે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ભારતને ODI World Cup 2023માં રમાયેલી તેની તમામ 7 મેચમાં જીત મળી છે જયારે સાઉથ આફ્રિકાને નેધરલેન્ડ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર છે જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે.

વિરાટ પાસે સચિનના રેકોર્ડની બરોબરી કરવાની તક

સાઉથ આફ્રિકન ટીમ શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર મેચ ખુબ જ રોમાંચક થઇ શકે છે. ભારતની જીત સાથે વિરાટ કોહલી તેના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માંગશે. વિરાટ કોહલીના નામે વનડે ક્રિકેટમાં 48 સદી છે અને જો તે આજે સાઉથ આફ્રિકા સામે સદી ફટકારે છે, તો તે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લેશે. છેલ્લી ત્રણ મેચમાં વિરાટ બે વખત સદી પૂરી કરવાથી ચુકી ગયો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે 95 રન અને શ્રીલંકા સામે 88 રન બનાવ્યા હતા. 

World Cup 2023 : કોહલીએ મેચ જોતા-જોતા કપાવ્યા વાળ, સોશ્યલ મીડિયા પર ફોટો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News