Get The App

વિરાટ કોહલીને બાળપણમાં તેની બહેને આ કારણોસર માર માર્યો હતો: પૂર્વ ભારતીય કેપ્ટનનો વીડિયો વાયરલ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
વિરાટ કોહલીને બાળપણમાં તેની બહેને આ કારણોસર માર માર્યો હતો: પૂર્વ ભારતીય કેપ્ટનનો વીડિયો વાયરલ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. વિરાટ કોહલી મેદાનની બહાર અને અંદર દરેક સમયે ચર્ચાનું કેન્દ્ર બનતા નજર આવે છે. પિતાના મૃત્યુ બાદ કોહલીને તેમની બહેને સાચવ્યા અને પૂરતો સપોર્ટ કર્યો. બંને વચ્ચે ખૂબ બોન્ડિંગ છે.

વિરાટ અને તેમની બહેન ભાવનાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી રહે છે. તાજેતરમાં કિંગ કોહલી અને તેમની બહેનના બાળપણનો એક કિસ્સો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોહલીએ પોતે જણાવ્યુ કે કેવી રીતે તેમની બહેને તેમને નાની વાત પર માર માર્યો હતો.

વિરાટ કોહલીને બાળપણમાં તેમની બહેન પાસેથી ખૂબ માર પડી છે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યુ કે બાળપણમાં મોટી બહેનને તુ કહેવાની તેમની ટેવ ખૂબ વધી ગઈ હતી. જેના કારણે તેમણે બહેન પાસેથી ખૂબ માર ખાધી છે. કોહલીએ કહ્યુ કે મારી બહેને મને ખૂબ મારેલો છે. હુ તેમને તુ કહીને બોલાવતો હતો એક દિવસ તેમને ખૂબ ગુસ્સો આવી ગયો ત્યારે મારા દીદીએ મને એવો માર્યો કે ત્યારથી મોઢેથી તુ નીકળવાનું જ બંધ થઈ ગયુ. પછી હુ તેમને તમે કહેતો હતો. તમે કેમ છો, તમે શું કરી રહ્યા છો. 

આ સાથે જ વિરાટ કોહલીએ એક બીજો કિસ્સો શેર કરતા કહ્યુ કે હુ જ્યારે નાનો હતો ત્યારે લગ્નમાં જતો હતો તો જોતો કે લોકો નોટ ઉડાડીને નાચે છે. લોકોને ખૂબ મજા આવી રહી છે તો એક દિવસ ઘરે મહેમાન આવ્યા હતા તો મને 50 રૂપિયા આપીને સામાન લઈ આવ્યા કહ્યુ હતુ પરંતુ મે 50 રૂપિયાના નાના-નાના ટુકડા કરી દીધા અને નાચવા લાગ્યો. હુ સામાન લઈને આવ્યો નહીં. 

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીનો આ વીડિયો ખૂબ જૂનો છે પરંતુ ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


Google NewsGoogle News