Get The App

બીજી ટેસ્ટમાં પણ વિરાટ કોહલી રચશે ઈતિહાસ! 55 રન ફટકારતા જ આ ખાસ સિદ્ધિ કરશે હાંસલ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
બીજી ટેસ્ટમાં પણ વિરાટ કોહલી રચશે ઈતિહાસ! 55 રન ફટકારતા જ આ ખાસ સિદ્ધિ કરશે હાંસલ 1 - image


Image Source: Twitter

IND vs NZ, Virat Kohli: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનું 'રન મશીન' વિરાટ કોહલીએ 70 રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન કોહલીએ ટેસ્ટમાં 9000 રન પૂરા કર્યા હતા. ભલે ભારતીય ટીમ મેચ હારી ગઈ હતી પરંતુ કોહલીએ 70 રન ફટકારીને ટીમની મેચમાં વાપસી કરાવી હતી. બીજી તરફ હવે બીજી ટેસ્ટમાં પણ કોહલી 55 રન ફટકારતા જ ખાસ સિદ્ધિ હાંસલ કરી લેશે. 

તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરના રોજ પૂણેમાં રમાશે. જો કોહલી આ ટેસ્ટ મેચ દરમિયાન 55 રન બનાવવામાં સફળ થાય છે તો તે એશિયામાં રમતા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 16,000 રન પૂરા કરી લેશે. આમ કરવાથી તે એશિયાઈ ધરતી પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના નામે 16,000 કે તેથી વધુ રન બનાવનાર ચોથો એશિયન બેટ્સમેન બની જશે.

આ પણ વાંચો: Virat Kohli : આખરે આતુરતાનો અંત..! વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રનનો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો

એશિયામાં સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનાર બેટ્સમેન તરીકે સૌથી આગળ સચિન તેંડુલકર છે. તેંડુલકરે એશિયાની ધરતી પર 21741 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. જ્યારે કુમાર સંગાકારા બીજા સ્થાને છે, સંગાકારાએ એશિયામાં 18,423 રન બનાવ્યા છે. આ ઉપરાંત શ્રીલંકાના મહલે જયવર્ધનેએ એશિયામાં 17386 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં એશિયામાં 15945 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. કોહલીની પાછળ સનથ જયસૂર્યા અને રાહુલ દ્રવિડ છે. જયસૂર્યાએ 13757 રન અને દ્રવિડે 13497 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે. 

એશિયામાં સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનાર બેટ્સમેન

21741 - સચિન તેંડુલકર

18423 - કે સંગાકારા

 17386 - એમ જયવર્ધને

15945 - વિરાટ કોહલી

13757 -સનથ જયસૂર્યા

13497 - રાહુલ દ્રવિડ

પૂણેમાં કેવો રહ્યો છે કોહલીનો રેકોર્ડ

પૂણેમાં કિંગ કોહલી અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ રમ્યો છે. કોહલી વર્ષ 2017માં પૂણેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. કોહલીએ પ્રથમ ઈનિંગમાં 0 રન અને બીજી ઈનિંગમાં 13 રન બનાવ્યા હતા. બીજી તરફ 2019માં કોહલી પૂણેમાં બીજી ટેસ્ટ રમ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કિંગ કોહલી 254 રનની અણનમ ઈનિંગ રમ્યો હતો. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે પૂણેની ધરતી પર ફરી એકવાર કિંગ કોહલીનો જલવો જોવા મળી શકે છે. 


Google NewsGoogle News