Get The App

VIDEO: કિંગ કોહલીએ મેદાનમાં અક્ષર પટેલના ચરણસ્પર્શ કર્યા! તમામ દર્શકો જોતા જ રહી ગયા

Updated: Mar 3rd, 2025


Google News
Google News
Virat Kohli, Axar Patel


Champions Trophy 2025: ભારતીય બેટર વિરાટ કોહલી માટે રવિવાર (બીજી માર્ચ) ખાસ હતો, કારણ કે તેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની 300મી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે આવું કરનાર સાતમો ભારતીય ક્રિકેટર હતો. જો કે, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે 11 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ વિરાટ કોહલી મેદાન પર સતર્ક દેખાતો હતો અને જ્યારે તેમણે બાપુ એટલે કે અક્ષર પટેલના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

અક્ષર પટેલે દિગ્ગજ બેટર કેન વિલિયમસનને સ્ટમ્પ આઉટ કર્યો

ભારતીય ખેલાડીઓ અક્ષર પટેલને પ્રેમથી બાપુ કહે છે કારણ કે તેઓ પણ ગુજરાતના છે, જો આપણે મેચના દ્રષ્ટિકોણથી જોઈએ તો, અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી, જેના કારણે ભારતે મેચ પર પોતાની પકડ બનાવી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 41મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે દિગ્ગજ બેટર કેન વિલિયમસનને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જ્યારે અક્ષર પટેલ આ વિકેટની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે નજીકમાં ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી તેની પાસે આવ્યા અને તેમના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: 'બે રાજ્યોમાં સમાન EPIC નંબર ફેક મતદારનો પુરાવો નથી..', ચૂંટણીપંચની સ્પષ્ટતા, હવે લીધો મોટો નિર્ણય


ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શનને ચાલુ રાખીને, તેમણે ત્રણ મેચમાં સતત ત્રીજી જીત નોંધાવી. પહેલા બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, ત્યારબાદ પાકિસ્તાન સામે પણ 6 વિકેટથી જીત મેળવી. હવે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યા બાદ, ભારતીય ટીમ કોઈપણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમવાનું છે.

VIDEO: કિંગ કોહલીએ મેદાનમાં અક્ષર પટેલના ચરણસ્પર્શ કર્યા! તમામ દર્શકો જોતા જ રહી ગયા 2 - image

Tags :
Virat-KohliAxar-PatelIndia-vs-New-ZealandcricketChampions-Trophy-2025

Google News
Google News