VIDEO: હાર્દિક પંડ્યાના ટ્રોલર્સને વિરાટ કોહલી એક ઈશારાથી કર્યા શાંત, સ્ટેડિયમના અચાનક બદલાયો માહોલ
MI vs RCB: IPLની 25મી મેચ 11 એપ્રિલે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. જેમાં RCBના સ્ટાર બેટર વિરાટ કોહલીએ એક જ ઇશારાથી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના ટ્રોલર્સને શાંત કર્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 196 રન બનાવ્યા હતા, આ સ્કોરનો પીછો યજમાન ટીમે 7 વિકેટ અને 27 બોલ બાકી હતા. મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં સતત બીજી જીત છે.
વાનખેડે સ્ટેડિયમમાં પણ હાર્દિક થયો ટ્રોલ
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 12મી ઓવર દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે આખું વાનખેડે સ્ટેડિયમ બૂમો પાડીને તેને ટ્રોલ કરવા લાગ્યું હતું. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળ્યા બાદ તે જ્યાં રમવા જઈ રહ્યો છે તે દરેક મેદાન પર હાર્દિકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Virat Kohli is gem of person, He control the crowd and asked for appreciaten for #HardikPandya.
— Vohra 🐐 (@Insanethings) April 12, 2024
Rohit Sharma can't relate .#ViratKohli𓃵. #RCBvsMI#MIvRCB #RohitSharmapic.twitter.com/Rxg1P3yvrt
કોહલીએ એક જ ઈશારાથી ફેન્સનું જીત્યું દિલ
ઘણા ક્રિકેટ દિગ્ગજોએ પણ ચાહકોના આ ખરાબ વલણની નિંદા કરી છે. પરંતુ હવે કોહલીએ એક જ ઈશારાથી વાનખેડેના ફેન્સનું દિલ જીતી લીધું છે. કોહલીએ હાર્દિક પંડ્યા સામેની બૂમાબૂમને એમ કહીને શાંત કરી કે તે ભારતીય ખેલાડી છે, તેને ચીયર કરો. હવે કોહલીના આ કામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ આપે છે વિરોધી ટીમના ખેલાડીઓને સપોર્ટ
આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ ફેન્સને વિરોધી ટીમના ખેલાડીઓને સમર્થન આપવાનું કહ્યું હોય. 2019ના વર્લ્ડ કપમાં, જ્યારે સેન્ડ પેપર કૌભાંડ બાદ સ્ટીવ સ્મિથ સામે બબાલ થઈ હતી, ત્યારે કોહલીએ તેને સપોર્ટ આપવાની માંગ કરી હતી, જ્યારે વર્લ્ડ કપ 2023માં તેણે અફઘાનિસ્તાનના નવીન ઉલ હક માટે પણ કંઈક આવું જ કર્યું હતું.