'મને વિશ્વાસ જ ન થયો...' વિરાટ કોહલીએ નોવાક જોકોવિચનો સંભળાવ્યો કિસ્સો

જોકોવિચે ODI વર્લ્ડ કપમાં કોહલીની રેકોર્ડ 50મી સદી પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
'મને વિશ્વાસ જ ન થયો...' વિરાટ કોહલીએ નોવાક જોકોવિચનો સંભળાવ્યો કિસ્સો 1 - image
Image:Twitter

Virat Kohli And Novak Djokovic First Conversation : સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું અને કોહલી ચોક્કસપણે મેસેજ દ્વારા વાત કરીએ છીએ પરંતુ હું આજ સુધી કોહલીને મળ્યો નથી.” આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે જો તેને ભવિષ્યમાં કોહલીને મળવાની તક મળે છે તો તે તેના માટે સન્માનની વાત હશે. હવે નોવાક જોકોવિચના આ નિવેદન પર વિરાટ કોહલીની પ્રતિક્રિયાનો વીડિયો સામે આવ્યો છે જેને BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીએ નોવાક જોકોવિચ સાથે થયેલી પહેલી વાતચીત વિશે પણ જણાવતા કહ્યું, "શરૂઆતમાં મને વિશ્વાસ ન થયો કે આ નોવાક જોકોવિચનું અસલી એકાઉન્ટ છે નકલી."

હું ફક્ત હેલો કહેવા માંગતો હતો - વિરાટ કોહલી

BCCI દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કોહલીએ કહ્યું, “મેં નોવાક જોકોવિચ સાથે સીધી વાતચીત કરી હતી. એકવાર જ્યારે હું તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈ રહ્યો હતો ત્યારે મેં તેને મેસેજ કરવાનું વિચાર્યું... હું ફક્ત હેલો કહેવા માંગતો હતો. જ્યારે મેં મેસેજ બટન દબાવ્યું ત્યારે મને જાણવા મળ્યું કે તેણે મને પહેલેથી જ મેસેજ કર્યો હતો. હું મારા પોતાના મેસેજ ક્યારેય ખોલતો નથી. જ્યારે મેં પહેલીવાર મારા મેસેજ ખોલ્યા, ત્યારે મેં જોયું કે તેણે મને મેસેજ કર્યો હતો. ત્યારે મેં કહ્યું કે પહેલા હું તપાસ કરીશ કે આ ફેક એકાઉન્ટ છે કે નહીં. જ્યારે મેં તપાસ કરી તો તે તેનું એકાઉન્ટ હતું. પછી અમારી વાતચીત શરૂ થઈ.”

50મી સદી ફટકારવા બદલ જોકોવિચે કોહલીને પાઠવ્યા અભિનંદન

કોહલી આ સાથે જણાવ્યું કે ત્યારબાદ તે જોકોવિચને તેની ઉપલબ્ધિઓ માટે મેસેજ કરીને અભિનંદન પાઠવતો હતો. જયારે કોહલીએ ODI World Cup 2023 દરમિયાન પોતાની 50મી સદી ફટકારી હતી ત્યારે નોવાક જોકોવિચે કોહલીને મેસેજ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

'મને વિશ્વાસ જ ન થયો...' વિરાટ કોહલીએ નોવાક જોકોવિચનો સંભળાવ્યો કિસ્સો 2 - image


Google NewsGoogle News