‘અમે એવી જગ્યાએ હતા જ્યાં અમને કોઈ ઓળખતું ન હતું…’, બે મહિનાના બ્રેક અંગે ખુશી વ્યક્ત કરતો કોહલી
કોહલીએ પંજાબ સામે 49 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું
Image:Social Media |
Virat Kohli On 2 Months Break : IPL 2024 દ્વારા વિરાટ કોહલી બે મહિનાના વિરામ બાદ પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે. બીજા બાળકના જન્મ સમયે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે હતો. અનુષ્કા શર્માએ સંભવતઃ લંડનમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ માહિતી આપી હતી કે આ વખતે તે એક પુત્રનો પિતા બન્યો છે. તેઓએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે. વિરાટે એ પણ જણાવ્યું કે જ્યારે તે બે મહિના ક્રિકેટથી દૂર હતો અને પરિવાર સાથે હતો ત્યારે તેને ખૂબ સારું લાગ્યું હતું. તેના બ્રેકની સૌથી સારી વાત એ હતી કે તે એવા દેશમાં હતો જ્યાં તેણે કોઈન ઓળખતુ ન હતું.
‘અમે એવી જગ્યાએ હતા જ્યાં લોકો અમને ઓળખતા ન હતા’
બે મહિનાના બ્રેક અંગે વિરાટ કોહલીએ મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું, "અમે દેશમાં ન હતા. અમે એવી જગ્યાએ હતા જ્યાં લોકો અમને ઓળખતા ન હતા. એક પરિવાર તરીકે સાથે સમય પસાર કરવો, બે મહિના માટે સામાન્ય અનુભવવું, મારા માટે, મારા પરિવાર માટે, તે એક અવાસ્તવિક અનુભવ હતો. જો કે બે બાળકો હોવા એ કુટુંબના દૃષ્ટિકોણથી વસ્તુઓને સંપૂર્ણપણે અલગ બનાવે છે. ફક્ત સાથે રહેવાની ક્ષમતા, તમારા મોટા બાળક સાથે સંબંધ રાખવાની ક્ષમતા. પરિવાર સાથે સમય વિતાવવાની તક માટે હું ઈશ્વરનો ખૂબ આભારી છું. રોડ પર કોઈ અન્ય વ્યક્તિ બનવું અને તેને ઓળખવામાં ન આવે તે એક અદ્ભુત અનુભવ છે."
કોહલીને મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ
વિરાટે પંજાબ કિંગ્સ સામે 49 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 157.14 હતો. વિરાટની આ વિસ્ફોટક ઇનિંગના કારણે RCBને IPL 2024ના સિઝનની પ્રથમ જીત મળી હતી. કોહલીને તેની શાનદાર બેટિંગના કારણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.