T20 વર્લ્ડકપમાં કોહલીની બેટિંગથી ખુશ નથી કોચ, મહત્ત્વપૂર્ણ મેચ પહેલા આપ્યું મોટું નિવેદન
Image Twitter |
Coach Rathore unhappy with Kohli's batting: ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ હજુ સુધી ICC T20 વર્લ્ડકપમાં બેટિંગનું ફોર્મ બતાવી શક્યો નથી. કોહલીના ચાહકો તેના બેટમાંથી એક મોટી ઈનિંગ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ પાંચ મેચ બાદ પણ ચાહકોની ઈચ્છા પૂરી ન થઈ. IPLમાં કોહલીના શાનદાર ફોર્મ બાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે, T20 વર્લ્ડ કપમાં પણ તેનો વિસ્ફોટક અંદાજ જોવા મળશે, પરંતુ નિરાશા મળી, એવું થયું નહીં. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે પણ કોહલીના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી.
T20 વર્લ્ડ કપમાં કોહલીનું બેટ બરાબર ન ચાલ્યું
કોહલીએ ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં આયર્લેન્ડ સામે માત્ર એક રન બનાવ્યો હતો. તે પછી પાકિસ્તાન સામે પણ તે માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. દુ:ખની વાત તો એ છે કે, તે યજમાન અમેરિકા સામે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે અફઘાનિસ્તાન સામે સુપર-8ની પ્રથમ મેચમાં કોહલીએ 24 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો.
ભારતે સુપર-8ની બીજી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. આ મેચ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડને વિરાટ કોહલીના ફોર્મ અંગે સવાલ કરવામાં આવ્યા હતો.
વિરાટ કોહલીના બેટિંગથી ખુશ નથી કોચ
વિક્રમ રાઠોડે કહ્યું, 'હું ખુશ નથી. જો તે વધુ રન બનાવે તો મને સારુ લાગતું. જ્યારે તમને ક્યારેક પડકારવામાં આવે છે ત્યારે તે સારું છે. તમે જાણો છો, જે લોકોને ભારતમાં ઘણી વખત બેટિંગ કરવાનો મોકો નથી મળતો તેમણે આજે રન બનાવ્યા છે. અમારા મિડલ ઓર્ડરે સારું યોગદાન આપ્યું છે, આ જોઈને સારું લાગ્યું.”
વિક્રમ રાઠોડે અહીં કોહલીના બેટિંગ ઓર્ડર વિશે વાત કરતાં કહ્યું કે, 'શું તમે લોકો કોહલીની ઓપનિંગથી ખુશ નથી? મને લાગે છે કે, દરેક લોકો ઈચ્છે છે કે, કોહલી ઇનિંગ્સની શરૂઆત કરે. અમે આ વિશે બિલકુલ નથી વિચારતા. અમે અમારા બેટિંગ ઓર્ડરથી ખુશ છીએ અને જો આ ક્રમમાં ફેરફાર થશે, તો પણ તે વિપક્ષી ટીમ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.'