Get The App

IND Vs SA: ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કોહલી અચાનક સ્વેદશ ફર્યો, આ ખેલાડી પણ થયો બહાર

વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યા

ઋતુરાજ ગાયકવાડ પણ આગામી સીરિઝમાંથી બહાર

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
IND Vs SA: ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કોહલી અચાનક સ્વેદશ ફર્યો, આ ખેલાડી પણ થયો બહાર 1 - image


IND Vs SA,Test Series: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર  T20 અને ODI સિરીઝ સમાયા બાદ ભારતીય ટીમ બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના અનુભવી ખેલાડી વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યા છે. આ સાથે ટીમના ધાકડ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ પણ આગામી સિરીઝમાંથી બહાર થઈ ગાયા છે. અહેવાલ અનુસાર, ગાયકવાડને આંગળીમાં ઈજા પહોંચી છે.

કિંગ કોહલીને અચાનક ઘરે પરત ફરવું પડ્યું

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી મર્યાદિત ઓવરના ફોર્મેટમાં આરામ આપવામાં આવ્યો હોતો. જોકે, તેને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરાયો હતો.પરંતુ સિરીઝ શરૂ થાય તે પહેલા તેમણે ઘરે જવાનું નક્કી કર્યું. આ સાથે તે આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ પહેલા આયોજિત થનારી ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચનો પણ ભાગ નથી. તેમણે ઘરે પરત ફરતા પહેલા ટીમ મેનેજમેન્ટ પાસેથી પરવાનગી મેળવી હતી. 

દ.આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ,કે. એલ. રાહુલ (વિકેટકીપર), રિવચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દિલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ,(વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા અને કે. એસ. ભરત (વિકેટકીપર).


Google NewsGoogle News