Get The App

અદ્ભુત મીટિંગ રહી, ગર્વ છે સર...: PM મોદીને મળ્યા બાદ જુઓ શું બોલ્યો વિરાટ કોહલી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
અદ્ભુત મીટિંગ રહી, ગર્વ છે સર...: PM મોદીને મળ્યા બાદ જુઓ શું બોલ્યો વિરાટ કોહલી 1 - image


Virat Kohli Statement after Meet with PM Modi : T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા ભારતમાં આવી ચુકી છે. એરપોર્ટથી લઈને ITC મોર્ય સુધી ક્રિકેટ ચાહકોએ ભારતીય ખેલાડીઓનું જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. હોટલ પહોંચતા જ કેપ્ટન રોહિત શર્મા સહિત ઋષભ પંત, સૂર્યા અને હાર્દિક જેવા ખેલાડીઓ ભાંગડા કરતાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સ્પેશિયલ જર્સી પહેરીને પીએમ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PM મોદીને મળ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું- તમને મળીને ગર્વ થયો

પીએમ સાથેની મુલાકાત બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી તેમા લખ્યું હતું કે, 'આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને ખૂબ ગર્વ અનુભવું છું. અમને વડાપ્રધાનના નિવાસસ્થાન પર આમંત્રણ આપવા બદલ સાહેબનો આભાર.' તેમણે પીએમ મોદીને ટેગ પણ કર્યા હતા. જોત- જોતામાં આ તસવીરો વાયરલ થવા લાગી અને થોડી જ વારમાં લાખો લાઈક્સ મળી હતી.

આ પણ વાંચો: - મુંબઈમાં હજારો ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ટીમ ઈન્ડિયાની બસ પરેડ, જુઓ કેવી તડામાર તૈયારી

પ્રશંસકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું

અત્રે નોંધનીય છે કે,  T20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આજે બાર્બાડોસથી ભારત પરત ફરી હતી, જ્યાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સતત ઝરમર વરસાદ અને કડક સુરક્ષા હોવા છતાં સેંકડો પ્રશંસકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનો એકમાત્ર ખેલાડી જે 17 વર્ષ પહેલા પણ વર્લ્ડ ચેમ્પિયન્સની બસ પરેડમાં હાજર હતો

દિલ્હી પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું કરાયું ભવ્ય સ્વાગત

આજે સવારે દિલ્હીમાં પ્રતિકૂળ હવામાન હોવા છતાં ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર છત્રીઓ અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા બહાર લાઈનોમાં ઉભા હતા. એરપોર્ટ પર ઉપસ્થિત એક પ્રશંસકે કહ્યું- 11 વર્ષનો ઈંતજાર પૂરો થયો છે, એટલે તેની ઉજવણી પણ શાનદાર હોવું જોઈએ. હું લક્ષ્મી નગરથી અહીં આવ્યો છું, અને સવારે 5 વાગ્યથી એરપોર્ટ પર આવી ગયો છું, જેથી હું અમારા કેપ્ટન 'કિંગ ઓફ ઈન્ડિયા' રોહિત શર્મા અને ટીમની એક ઝલક મેળવી શકું.


Google NewsGoogle News