VIDEO: 'નૈનો મેં સપના સપનોં મેં સજના..' દિગ્ગજ ક્રિકેટરને જોતાં જ કોહલી ડાન્સ કરવા લાગ્યો
Virat Kohli & harbhajan singh viral video : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદના કારણે રમત આગળ રમાઈ શકી ન હતી. આ દરમિયાન ચાહકોને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ સ્પીનર હરભજન સિંહ વચ્ચે મજાક મસ્તી જોવા મળી હતી. મેચમાં સ્ટમ્પ પહેલા માત્ર 13.2 ઓવરની મેચ રમી શકાઈ હતી. હરભજન અને વિરાટ વચ્ચેનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.
વિરાટ કેમ અચાનક ડાન્સ કરવા લાગ્યો?
આ ઘટના દિવસની રમત શરૂ થાય તે પહેલા બની હતી. જેમાં કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો હતો, જેને જોઈને હરભજન હસી પડ્યો હતો. વિરાટના કહેવા પર હરભજનને પણ ડાન્સ કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ અંગે હરભજને વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'કોહલીએ મારી તરફ જોયું અને કહ્યું - જિતેન્દ્ર(અભિનેતા) અહીં આવી ગયા છે! અને પછી તેણે ગાવાનું શરૂ કરી દીધું, નૈનો મેં સપના, સપનો મેં સજના (જિતેન્દ્રનું પ્રખ્યાત ગીત). પહેલા તો મને સમજાયું નહીં કે તે શું કરી રહ્યો છે. કારણ કે તે મારાથી દુર ઊભો હતો. પછી તો હું પણ પોતાની રોકી ન શક્યો અને પછી મેં પણ હૂક સ્ટેપ્સ કરવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું કે મેં ક્યાંક ભૂલ તો નથી કરી દીધી ને?'
આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ખળભળાટ, ઈમાદ-આમિર બાદ વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ
ઓસ્ટ્રેલિયા સામે વિરાતે બનાવ્યો અનોખો રેકોર્ડ
કોહલી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે તે કોઈને કોઈ રેકોર્ડ જરૂર બનાવે છે. તેણે બ્રિસ્બેનમાં પણ ઈતિહાસ રચી દીધો હતો. તેણે આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.વિરાટ ઓસ્ટ્રેલિયા સામે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા આવ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. વિરાટે ઓસ્ટ્રેલિયા સામે 28 ટેસ્ટ, 49 વનડે અને 23 T20 મેચ રમી છે. તેમના પહેલા મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરે આ સિદ્ધિ મેળવી હતી. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 110 મેચ રમી હતી.