'બેટ' છોડી 'બેગ' ઉપાડતો દેખાયો કિંગ કોહલી, લંડનની શેરીઓમાં જીવી રહ્યો છે નોન સેલિબ્રિટી લાઇફ!

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Virat Kohli and Anushka Sharma


Virat Kohli and Anushka Sharma: ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી હાલ લંડનમાં રજાઓ માણી રહ્યો છે. શ્રીલંકા સામેની વનડે સિરીઝ બાદ હવે તે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરુ થતી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં જોવા મળવાનો છે. 

કોહલી ફેમિલી સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે

વિરાટ અનુષ્કા શર્મા અને તેના બે બાળકો સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે. એવામાં તેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા લંડનના ઇસ્કોન મંદિરમાં વિરાટ અને અનુષ્કાનો વીડિયો સામે આવ્યો હતો. જયારે તાજેતરમાં પણ આ સ્ટાર કપલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આ પણ વાંચો: Video: રોહિત શર્મા કરી રહ્યો છે વધુ એક ટ્રોફી જીતવાની તૈયારી, જુઓ ક્યાં લગાવી દોડ

લંડનમાં કપલ જીવી રહ્યું છે નોન સેલિબ્રિટી લાઇફ

વિરાટ અને અનુષ્કા લંડનમાં પેરેન્ટહુડ ફેઝ માણી રહ્યા છે. ત્યારે એવી અટકળો છે કે દંપતીએ લંડનમાં કાયમી શિફ્ટ થઈ શકે છે. જો કે હજુ તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ કપલ હાલ શોબિઝની દુનિયાથી ત્યાં નોન-સેલિબ્રિટી જીવન જીવી રહ્યા છે. જેનો અવારનવાર વીડિયો વાયરલ થતો રહે છે. 

અનુષ્કા વિરાટ શોપિંગ કરતાં જોવા મળ્યા

હાલ બન્ને લંડનમાં શોપિંગ કરતાં જોવા મળ્યા હતા. અનુષ્કા વિરાટની આગળ લાલ હેન્ડબેગ લઈને ચાલી રહી છે અને વિરાટના હાથમાં શોપિંગ બેગ છે. રોડ ક્રોસ કરતી વખતે કોઈએ આ વીડિયો લીધો છે. આ વીડિયોમાં અનુષ્કા એકદમ સાદા સફેદ ટી-શર્ટ, બ્લુ ડેનિમ પેન્ટ અને લાલ બેગમાં જોવા મળી હતી. જ્યારે વિરાટ પિંક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં સ્પોર્ટી લુકમાં જોવા મળ્યો હતો. બન્ને લંડનમાં સાદું જીવન જીવતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો: મારા કરિયરનો અંત હવે દૂર નથી! KL રાહુલે રીટાયરમેન્ટ અંગે ખુલાસો કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા

જો કે, આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી કહી શકાતું. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો જૂનો છે. પરંતુ વિરાટ હાલમાં લંડનમાં રહેતો હોવાથી તેનો કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે.

'બેટ' છોડી 'બેગ' ઉપાડતો દેખાયો કિંગ કોહલી, લંડનની શેરીઓમાં જીવી રહ્યો છે નોન સેલિબ્રિટી લાઇફ! 2 - image


Google NewsGoogle News