VIDEO : 'વિરાટ કોહલી મારા પર થૂંક્યો હતો', સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન

વિરાટ કોહલીએ ડીન એલ્ગરને સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન સાઈન કરેલી ટી-શર્ટ ભેંટ કરી હતી

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
VIDEO : 'વિરાટ કોહલી મારા પર થૂંક્યો હતો', સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન 1 - image
Image: File Photo





Dean Elgar On Virat Kohli: સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી ડીન એલ્ગરે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને ચોંકાવનારી વાત કહી છે. એલ્ગરે કોહલી સાથેની તેની વર્ષ 2015માં થયેલ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે ‘એ વખતે અમારા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.’ એલ્ગરે એક યુ-ટ્યુબ ચેનલ પર આ અંગે વાત કરી હતી. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એલ્ગર કહે છે કે ‘તે સમયે કોહલી મારા પર થૂંક્યો હતો. ત્યારબાદ મેં કોહલીને કહ્યું કે જો તુ ફરી આવું કરીશ, તો હું તને બેટથી મારીશ.’

જાડેજા અને કોહલી મારા પર થૂંકતા હતા

એલ્ગરે કહ્યું, 'તે પ્રવાસમાં પિચને લઈને મજાક ઉડાવાઈ હતી. પછી હું બેટિંગ કરવા આવ્યો. હું અશ્વિન સામે મારી લય જાળવી રાખવા માંગતો હતો. અને તેનું શું નામ છે જેજા, જેજા. હા, જેજા (રવિન્દ્ર જાડેજા) અને કોહલી મારા પર થૂંકતા હતા. ત્યારે મેં તેને કહ્યું કે જો તું આવું કરીશ તો હું તને આ બેટથી મારીશ.’

કોહલીએ ડ્રિંક વખતે એ વર્તન બદલ માફી માંગી હતી

એલ્ગરને પૂછવામાં આવ્યું કે, ‘શું કોહલી તમારી ભાષા સમજી ગયો હતો?’ આ સવાલના જવાબમાં એલ્ગરે કહ્યું કે, ‘હા, તે સમજી ગયો હતો કારણ કે ડી વિલિયર્સ RCB ટીમમાં તેનો સાથી હતો. પછી મેં કહ્યું કે જો તું આમ કરીશ તો હું તને અહીં જ મારીશ. જો કે અમે ભારતમાં હતા, તેથી અમારે થોડું સાવધ રહેવાનું હતું.’ જો કે એલ્ગરે એ પણ સ્પષ્ટતા કરી કે, જ્યારે ભારતીય ટીમે 2017-18માં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે કોહલીએ ડ્રિંક વખતે એ વર્તન બદલ માફી માંગી હતી.’

VIDEO : 'વિરાટ કોહલી મારા પર થૂંક્યો હતો', સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News