IND vs SA : વિરાટ-શ્રેયસે શોધી કાઢ્યો બર્ગરની બોલિંગનો તોડ, બનાવી ખાસ યોજના, જુઓ વીડિયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ કેપ ટાઉન ખાતે રમાશે

ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
IND vs SA : વિરાટ-શ્રેયસે શોધી કાઢ્યો બર્ગરની બોલિંગનો તોડ, બનાવી ખાસ યોજના, જુઓ વીડિયો 1 - image
Image:FilePhoto

Virat Kohli And Shreyas Iyer Special Plan For Nandre Burger Bowling : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાનાર છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને 32 રનહતી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આવતીકાલે બીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝ ડ્રો કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી જીતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોએ ભજવી હતી.

નાન્દ્રે બર્ગરનો સામનો કરવા ભારતે તૈયાર કરી ખાસ યોજના

પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગરે ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો. બર્ગરે ડેબ્યુ મેચમાં પોતાની ઘાતક બોલિંગ દ્વારા વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. પ્રથમ મેચમાં બર્ગરે બંને ઇનિંગ્સમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. હવે બીજી મેચમાં નાન્દ્રે બર્ગરનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ એક ખાસ યોજના તૈયારી કરી છે.

ભારતીય બેટ્સમેનોએ કરી સખત તૈયારી

બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના બેટ્સમેનોએ નાન્દ્રેના ઝડપી અને વધુ બાઉન્સવાળા બોલનો સામનો કરવા માટે સખત તૈયારી કરી હતી. તેઓએ શોર્ટ બોલ માટે પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 245 અને બીજી ઇનિંગમાં 131 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. વિરાટ કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન થ્રોડાઉન પર વધુ ધ્યાન આપ્યું હતું.

IND vs SA : વિરાટ-શ્રેયસે શોધી કાઢ્યો બર્ગરની બોલિંગનો તોડ, બનાવી ખાસ યોજના, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News