Get The App

T20 વર્લ્ડકપ પહેલાં એવું શું થયું કે કોહલી બોલ્યો- સાચું કહું તો મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપ પહેલાં એવું શું થયું કે કોહલી બોલ્યો- સાચું કહું તો મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું 1 - image
Image Twitter 

ICC T20 World Cup 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસે ICC T20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા છે. કદાચ આ સ્ટાર બેટર આ મેગા ટૂર્નામેન્ટમાં છેલ્લી વખત ભારત માટે રમવા ઉતર્યો હોય! વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ આ ખિતાબ જીત્યો ત્યારે તે ટીમનો ભાગ નહોતા. પરંતુ એક ખેલાડી તરીકે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ જીતવા માટે બેતાબ છે.

વિરાટ કોહલીએ શુક્રવારે કહ્યું કે, તેણે ક્યારેય અમેરિકામાં ક્રિકેટ રમવા વિશે વિચાર્યું ન હતું. ત્યાં T20 વર્લ્ડ કપનું આયોજન વિશ્વમાં આ રમતનો વધતો પ્રભાવ દર્શાવે છે. આગામી 2 જૂનથી શરુ થઈ રહેલી T20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરી રહ્યા છે.

'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે'... કોહલી

ભારતીય સમય પ્રમાણે કોહલી શુક્રવારે સાંજે ન્યૂયોર્ક પહોંચ્યો હતો અને હાલમાં તે ટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. કોહલીએ યુએસ કોન્સ્યુલેટ, મુંબઈ દ્વારા 'X' પર જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે, “સાચું કહું તો, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, અમે અમેરિકામાં કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમીશું, પરંતુ હવે તે હકીકત બનવા જઈ રહ્યું છે. ” 

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બીજીવાર આ ટૂર્નામેન્ટ રમશે

કોહલીએ કહ્યું કે, ICC વિશ્વના અન્ય ભાગોમાં ક્રિકેટનો પ્રચાર- પ્રસાર વધારવા માંગે છે. અમેરિકામાં T20 વર્લ્ડ કપના આયોજનના દૂરગામી પરિણામો આવશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બીજી વખત આ ટૂર્નામેન્ટ રમશે. ગત વખતે ટીમને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડે તેમને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવ્યું હતું.



Google NewsGoogle News