Get The App

શરૂઆતમાં સુરેશ રૈનાએ ટીમ માટે મારુ નામ આગળ કર્યું હતું: કોહલીનો વીડિયો થયો વાયરલ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
શરૂઆતમાં સુરેશ રૈનાએ ટીમ માટે મારુ નામ આગળ કર્યું હતું: કોહલીનો વીડિયો થયો વાયરલ 1 - image
Image Twitter


Virat Kohli IPL 2024: વિરાટ કોહલીએ IPLની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તે વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં તેનું નામ સામેલ છે. કોહલીએ હાલમાં જ પોતાની કારકિર્દી વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે સુરેશ રૈનાએ શરૂઆતમાં ટીમ ઈન્ડિયા માટે પોતાનું નામ આગળ કર્યું હતું. કોહલી ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં ફિટ ન હતો. પરંતુ રૈનાના કારણે તેને તક મળી. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરનું નામ પણ લીધું.

2008માં અમે ઓસ્ટ્રેલિયામાં ઇમર્જિંગ કપ રમ્યા ત્યારે...

કોહલીએ જિયો સિનેમા પર વાત કરતા કહ્યું કે, 2008માં અમે ઓસ્ટ્રેલિયામાં ઇમર્જિંગ કપ રમી રહ્યા હતા. મને તે સમય હજુ પણ યાદ છે, સુરેશ રૈનાએ મારા વિશે સાંભળ્યું જ હશે. તે ટુર્નામેન્ટની વચ્ચે આવ્યો હતો. પહેલા બદ્રીનાથ કેપ્ટન હતા અને ત્યારબાદ તેને (રૈના) કેપ્ટનશીપ મળી. પ્રવીણ આમરે અમારા કોચ હતા. પછી મને બહાર બેસાડવામાં આવ્યો. કારણ કે મેં પ્રથમ બે-ત્રણ મેચમાં પરફોર્મન્સ નહોતું કર્યું. પછી તેણે મારું નામ આગળ ધર્યું હતું. દિલીપ વેંગસકર સર તે સમયે મુખ્ય પસંદગીકાર હતા.

કોહલીએ 120 રનની જોરદાર ઈનિંગ રમી હતી

ટીમ ઈન્ડિયા ઈમર્જિંગ માટે કોહલીએ 120 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં તે અણનમ પરત ફર્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે, કોહલી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ ઇમર્જિંગ સામે ઓપનિંગ કરીને પોતાની જાતને સાબિત કરી બતાવી. આ પહેલા તે બે-ત્રણ મેચમાં સારું પરફોર્મન્સ કરી શક્યો નહોતો. 


Google NewsGoogle News