Get The App

હવે પછીની વન-ડે શ્રેણીમાં નહીં રમે રોહિત, કોહલી અને બુમરાહ, આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
virat kohli rohit sharma jasprit bumrah


ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ હવે આવતા મહિને શ્રીલંકા સામે વન-ડે સિરીઝ રમશે. અહેવાલો પ્રમાણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત સિનિયર ક્રિકેટર્સને આ વન ડે શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. ભારત ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવા માટે શ્રીલંકા જશે જેમાં કેપ્ટનની પસંદગી ફરીથી માથાનો દુઃખાવો બની શકે છે. 

ભારતની દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં ડિસેમ્બર 2023માં લોકેશ રાહુલ કેપ્ટન રહ્યો હતો. ત્યારે સૂર્યકુમાર યાદવે ટી-20 અને રોહિત શર્માએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી  કરી હતી. તાજેતરમાં  ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડયા વાઇસ કેપ્ટન હતો. 

અત્યાર સુધીમાં હાર્દિક પંડયાએ 3 વન ડેમાં અને લોકેશ રાહુલે 12 વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરી છે. જો કે બંને દિગ્ગજોની ઇજાના કારણે છેલ્લા કેટલાક સમયમાં ટીમમાં હાજરી અનિશ્ચિત રહી હતી. 

આ સિરીઝ પછી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે જેમાં ફરીથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને બુમરાહ વાપસી કરે તેવી શક્યતા છે. 2025માં વન-ડે ફોરમેટની વધુ એક ICC ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી પણ આવી રહી છે. જેમાં રોહિત શર્મા જ કેપ્ટન્સી કરશે એવી જાહેરાત અગાઉથી કરી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટ અગાઉ ઈંગ્લેન્ડ સામે 3 વન-ડેની શ્રેણીમાં ત્રણેય સિનિયર્સને તૈયારીના ભાગરૂપે સામેલ કરવામાં આવશે.


Google NewsGoogle News