T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન બહાર ફેંકાયા બાદ રોહિત-વિરાટની નજર બાબરનો વર્લ્ડ રેકોર્ડ તોડવા પર

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Rohit-Sharma-Virat-Kohli



Virat And Rohit Keep Eyes On Babar’s Record: ભારતીય ટીમ T20 વર્લ્ડકપ-2024માં સુપર-8માં પહોચી છે. આ ગ્રુપમાં ભારતની ટક્કર અફઘાનિસ્તાન સાથે થશે. આ મેચ મહત્વપૂર્ણ છે કારણકે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેચ દરમિયાન પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ તોડી શકે છે. પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે. તેથી વિરાટ અને રોહિત પાસે સુવર્ણ તક છે.

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ બાબર આઝમ પાસે છે. બાબરે T20I ક્રિકેટમાં 4100થી વધુ રન બનાવ્યા છે. બાબરે હાલ સુધીમાં 4145 રન કર્યા છે. જયારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ 4042-4042 રન કરી ચુક્યા છે. બંને બેટર બાબરના રેકોર્ડથી 103 રન જ દુર છે. જે બેટર સૌથી પહેલા 104 રન બનાવશે. તેના નામ પર T20Iમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.

બાબર ફરી પાછો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

જો કે બાબર આઝમ જ્યારે ફરી પાછો ટી20 મેચ રમશે ત્યારે તે રોહિત અને વિરાટને પણ પછાડી નવો રેકોર્ડ સર્જી શકે છે. પરંતુ હાલમાં પાકિસ્તાન કોઈ T-20 સિરીઝ રમી નથી રહ્યું. જેથી રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે આ રેકોર્ડ થોડા સમય માટે પોતાના નામે કરી શકે છે. વિરાટ અને રોહિતનો આ છેલ્લો T20 વર્લ્ડકપ માનવામાં આવી રહ્યો છે. આ પછી જો તેઓ T20I ક્રિકેટમાં જોવા નહીં મળે તો, બાબર આઝમ પાસે એક નવો રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે, જે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરના નામે છે.


Google NewsGoogle News