Get The App

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ... પર્થમાં સદી ફટકારીને તોડ્યો ડૉન બ્રેડમેનનો રેકોર્ડ, ભારત જીતથી 7 વિકેટ દૂર

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ... પર્થમાં સદી ફટકારીને તોડ્યો ડૉન બ્રેડમેનનો રેકોર્ડ, ભારત જીતથી 7 વિકેટ દૂર 1 - image


Virat Kohli Century: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં સદી ફટકારતાની સાથે જ ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ આ ઉપલબ્ધી પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે હાંસલ કરી છે.

જોકે, કોહલીએ પર્થ ટેસ્ટમાં પોતાના કરિયરની 30મી ટેસ્ટ સદી ફટકારી. આ મામલે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડૉન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ આ સદી પોતાના કરીયરની 202મી ઈનિંગમાં ફટકારી છે. સાથે જ કરિયરની 30મી ટેસ્ટ સદી ફટકરાતા કોહલી આ મામલે મેથ્યૂ હેડેન અને શિવનારાયણ ચંદ્રપૉલની બરાબરી પર આવી ગયો છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં લોકેશ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ભારતની સ્થિતિ મજબૂત

કોહલીએ ફટકારી 81મી ઈન્ટરનેશનલ સદી

કોહલીએ પર્થ ટેસ્ટમાં જબરદસ્ત બેટિંગ કરી. તેમણે સદી ફટકારવા માટે 143 બોલ રમ્યા. તેઓ 100 રન બનાવીને અણનમ રહ્યા. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય ઈનિંગ 6 વિકેટ પર 487 રન બનાવીને જાહેર કરી દેવાઈ. આ રીતે પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ સેટ કર્યો.


કોહલીએની આ ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં 81મી સદી રહી. સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી મામલે કોહલી બીજા નંબર પર છે. સચિન તેંદુલકર 100 સદી સાથે ટોપ પર છે. કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલ પર અણનમ 100 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન ધરતી પર સદી ફટકારી જયસ્વાલે રેકોર્ડબૂક હચમચાવી, કાંગારૂ બોલર્સના પરસેવા છૂટ્યાં

એક્ટિવ ક્રિકેટર્સમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી

  • વિરાટ કોહલી - 81
  • જો રૂટ - 51 
  • રોહિત શર્મા - 48

બુમરાહે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો, ત્રીજા દિવસની રમત પૂર્ણ

ફરી એકવાર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી છે. બીજા દાવમાં કાંગારૂઓએ માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે માર્નસ લાબુશેનને LBW આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો. આ સાથે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. માર્નસ લાબુશેન ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો છે.


પર્થ ટેસ્ટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11

ભારતીય ટીમઃ કેએલ રાહુલ, યશસ્વી જાયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, ઋષભ પંત(વિકેટકીપર), ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રડ્ડી, વોશિંગટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયન ટીમઃ ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કૈરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.


Google NewsGoogle News