Get The App

કોહલી એમ જ નથી કહેવાતો ક્રિકેટનો 'કિંગ', વધુ એક વખત મળ્યો ICCનો આ મોટો એવોર્ડ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
કોહલી એમ જ નથી કહેવાતો ક્રિકેટનો 'કિંગ', વધુ એક વખત મળ્યો ICCનો આ મોટો એવોર્ડ 1 - image
Image : IANS

Virat Kohli: અમેરિકામાં T-20 વર્લ્ડ કપ 2024 પ્રારંભ થઈ ગયો છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ વૉર્મ અપ મેચ સાથે આગાઝ કરી દીધો છે. ત્યારે વિરાટ કોહલીના ફેન્સ માટે આનંદ અને ગર્વ આપે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય બેટર વિરાટ કોહલીને ICC ODI પ્લેયર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિરાટને ન્યૂયોર્કમાં મેચ પહેલા આ માટે ખાસ કેપ આપવામાં આવી હતી.

વિરાટનું 2023માં પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું

ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે અમેરિકામાં છે. જેમાં કોહલી આ ફટાફટ ક્રિકેટના મહાકુંભમાં ટીમનો મહત્વનો ખેલાડી છે અને ટીમને તેની પાસેથી શાનદાર ઇનિંગ્સની અપેક્ષા છે. ત્યારે કિંગ કોહલીના કરિયરમાં વધુ એક સિદ્ધિ હાસંલ કરી છે. ICCએ 'ICC એવોર્ડ્સ 2023'ની જાહેરાત કરી છે. જેમાં કોહલીને વનડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિરાટનું 2023માં પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. 

તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો

કોહલીએ વર્ષ 2023માં 24 ઇનિંગ્સમાં 72.47ની એવરેજ અને 99.13ની સ્ટ્રાઇક રેટથી 1377 રન બનાવ્યા હતા. જેમા છ સદી અને આઠ ફિફ્ટી ફટકારી હતી. નોંધનીય છે કે કોહલી 765 રન સાથે ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વિરાટે ODI વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવીને 2003 વર્લ્ડ કપમાં બનાવેલા સચિન તેંડુલકરના 673 રનના રેકોર્ડને તોડ્યો હતો. આ ઉપરાંત કોહલીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે  50મી ODI સદી ફટકારીને સચિનના 49 સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.

વિરાટ કોહલી ચાર વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો

વિરાટ કોહલીને ક્રિકેટનો કિંગ એમ જ નથી કહેવામાં આવતો. તેણે અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ICC ટૂર્નામેન્ટમાં ત્રણ વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ચૂક્યો છે. વિરાટ કોહલી ICC ODI વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો. અગાઉ ICC T20 વર્લ્ડ કપ 2014 અને 2016માં પણ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. વિરાટ કોહલી IPLમાં એક વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી ચૂક્યો છે. 

કોહલી એમ જ નથી કહેવાતો ક્રિકેટનો 'કિંગ', વધુ એક વખત મળ્યો ICCનો આ મોટો એવોર્ડ 2 - image


Google NewsGoogle News