કોહલી હવે નહીં બતાવે તેવર! BCCIને આપ્યો સ્પષ્ટ સંદેશ, કહ્યું- જૂની વાતો ભૂલી જઈશ
Virat Kohli And Gautam Gambhir Will Work Together: ભારતના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીર વચ્ચે અવારનવાર ઝઘડતાં જોવા મળ્યા છે. બંને આઈપીએલ 2023માં પણ આમને-સામને થઈ ગયા હતા. જો કે, કોહલી અને ગંભીરે આઈપીએલ 2024માં પોતાની આ તકરારનો અંત લાવ્યો હોય તેવુ જણાયું હતું. હવે ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. 27 જુલાઈથી શ્રીલંકા અને ભારત વચ્ચે ટી20 અને વન ડે મેચ શરૂ થવા જઈ રહી છે. જેમાં સવાલ એ છે કે, શું કોહલી અને ગંભીરનો જૂનો ઝઘડો ઈન્ડિયા ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આ અંગે સ્પષ્ટ સંદેશ મળી ચૂક્યો છે.
વાસ્તવમાં કોહલીએ ગંભીર સાથેના જૂના વિવાદોને ભૂલીને આગળ વધવાનું નક્કી કર્યું છે. એક અહેવાલ મુજબ, કોહલીએ બીસીસીઆઈને જણાવ્યું હતું કે, તે ગંભીર સાથેના ભૂતકાળના વિવાદોને ભૂલી જવા માટે તૈયાર છે અને ભારતીય ક્રિકેટ માટે મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરવાના લક્ષ્ય તરફ કામ કરશે. બાર્બાડોસમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી.
સ્ટાર ગુજરાતી ખેલાડીએ જ લીધી રવીન્દ્ર જાડેજાની જગ્યા? BCCIએ જુઓ કોને આપી પ્રાથમિકતા
અહેવાલ મુજબ, "કોહલી હેડ કોચ ગંભીર સાથે કામ કરવા માટે તૈયાર છે અને તેણે આ અંગે બીસીસીઆઈના સંબંધિત અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે. આઈપીએલમાં ગંભીર સાથેની ઉગ્ર દલીલો છતાં, કોહલીએ કહ્યું છે કે ભૂતકાળના વિવાદો ઉકેલાઈ ગયા છે. ડ્રેસિંગ રૂમમાં તેમના પ્રોફેશનલ રિલેશન પર કોઈ અસર નહીં થાય અને બંને દેશના હિતમાં કામ કરી રહ્યા છે, તેઓ ભૂતકાળ ભૂલી આગળ વધવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે કોહલી અને રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. બંને શ્રીલંકા સામેની વનડે સિરિઝમાં રમતા જોવા મળશે. શરૂઆતમાં એવી અટકળો હતી કે કોહલી અને રોહિતને શ્રીલંકા પ્રવાસમાં આરામ આપવામાં આવશે. પરંતુ ગંભીર ઈચ્છતો હતો કે બંને દિગ્ગજ ખેલાડીઓ તેની પ્રથમ સિરિઝમાં રમે. આવી સ્થિતિમાં કોહલી અને રોહિતે પોતાનો નિર્ણય બદલ્યો અને સિરીઝ રમવા માટે રાજી થઈ ગયા. રોહિત વનડે ટીમની કમાન સંભાળશે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.