વિરાટ કોહલી ઈતિહાસ રચવાથી માત્ર 6 રન દૂર, T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર બનશે પ્રથમ ભારતીય
કોહલીના નામે T20 ફોર્મેટની 375 મેચમાં 11,994 રન છે, જેમાં 8 સદી અને 91 ફિફ્ટી સામેલ છે
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ખેલાડીઓમાં કોહલી બાદ રોહિત શર્માનું નામ આવે છે
Image:File Photo |
Virat Kohli Record : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I સીરિઝની છેલ્લી મેચ આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. પરંતુ આજે ભારતની નજર અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વિપ પર રહેશે. આ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વધુ એક સિદ્ધિ મેળવવાથી માત્ર 6 રન દૂર છે.
વિરાટ આ મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર 6 રન દૂર
વિરાટ કોહલી આજે તેના T20 કરિયરમાં 12,000 રન પૂરા કરવાથી માત્ર 6 રન દૂર છે. અફઘાનિસ્તાન સામે 6 રન બનાવતાની સાથે કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. કોહલીના નામે T20 ફોર્મેટની 375 મેચમાં 11,994 રન છે, જેમાં 8 સદી અને 91 ફિફ્ટી સામેલ છે.
વિરાટ બાદ રોહિત શર્માનું નામ
વિરાટ કોહલીના નામે 116 T20I મેચમાં કુલ 4037 રન છે. આ સાથે જ કોઈપણ ખેલાડી T20I ક્રિકેટમાં ચાર હજાર રન બનાવી શક્યો નથી. કોહલીએ IPLમાં કુલ 7263 રન બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી બાદ રોહિત શર્માનું નામ આવે છે. રોહિતે 425 મેચમાં 11,035 રન બનાવ્યા છે. આ દર્મીયંદ તેણે 6 સદી અને 29 ફિફ્ટી પણ ફટકારી છે.
ક્રિસ ગેલે 463 મેચમાં 14,562 રન બનાવ્યા
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. વિરાટ પહેલા વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે 463 મેચમાં 14,562 રન બનાવ્યા છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી શોએબ મલિકે 525 મેચમાં 12,993 રન બનાવ્યા છે અને વેસ્ટ ઇન્ડિઝના પોલાર્ડે 639 મેચમાં 12,430 રન બનાવ્યા છે.