ખરાબ ફૉર્મ બાદ વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યો, અનુષ્કા શર્માએ કહ્યું- અમને પ્રેમભક્તિ પ્રદાન કરો
Virat & anushka meet Premanand Maharaj : છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટાર કપલ તરીકે ઓળખાતા ભારતીય બેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. આ કપલ પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજથી લઈને નીમ કરોલી બાબાના કેંચી ધામ સુધીના અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ ચુક્યા છે. આ દરમિયાન હવે ફરી એકવાર સ્ટાર કપલ પ્રેમાનંદ મહારાજના દરબારમાં પહોંચ્યું હતું. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્કા શર્માએ તેમને દંડવત પ્રણામ કર્યા હતા. અનુષ્કાએ સંત પાસેથી પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગ્યા હતા.
મને ફક્ત પ્રેમ અને ભક્તિ આપો- અનુષ્કા
વૃંદાવન સ્થિતિ લોકપ્રિય સંત હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન અને આશીર્વાદ લેવા માટે દેશની ઘણી સેલિબ્રિટીઓ આવતી હોય છે. વિરાટ અને અનુષ્કા બીજી વખત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિરાટ અને અનુષ્કાના ખબરઅંતર પૂછ્યા. આ પછી અનુષ્કાએ કહ્યું હતું કે, 'ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા. ત્યારે અમારા મનમાં કેટલાક પ્રશ્નો હતા. ત્યારે મેન લાગ્યું કે હું સવાલ પૂછીશ પણ બેઠેલા લોકોએ મારે પૂછવો હતો એવો જ પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે તમારી સાથે મારા મનમાં વાત કરી રહી હતી ત્યારે મારા મનમાં જે પણ સવાલો હતા તે બીજા દિવસે કોઈ ને કોઈ વ્યક્તિ તે સવાલો પૂછી લીધા હતા. તમે મને ફક્ત પ્રેમ અને ભક્તિ આપો.'
વિરાટ-અનુષ્કાને પ્રેમાનંદ મહારાજે આશીર્વાદ આપ્યા
ત્યારબાદ પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'આ લોકો (વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા) ખૂબ બહાદુર છે. સંસારમાં આટલો યશ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ હોય છે. ભક્તિથી ઉપર કંઈ નથી. જાપ કરો, ખુશ રહો. અને ખૂબ પ્રેમથી જીવો. ખૂબ ખુશીથી જીવો.'
આ પણ વાંચો : ભારતના ફાસ્ટ બોલરે ક્રિકેટને કહ્યું અલવિદા, 150 કિમી/કલાકની સ્પીડમાં કરી હતી બોલિંગ
હાલમાં કોહલી ખરાબ ફૉર્મમાં
તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીએ શરમજનક પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ ટેસ્ટ મેચની નવ ઇનિંગ્સમાં ફક્ત 190 રન બનાવ્યા હતા. વિરાટે ફક્ત પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી કરી હતી.