Get The App

IPL 2025માં ફરી કેપ્ટન બનશે વિરાટ કોહલી? RCBએ કહ્યું અમારી પાસે 4 5 ઉમેદવાર

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
IPL 2025માં ફરી કેપ્ટન બનશે વિરાટ કોહલી? RCBએ કહ્યું  અમારી પાસે 4 5 ઉમેદવાર 1 - image


RCB IPL 2025 New Captain: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની રણનીતિ પર ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને ફ્રેન્ચાઇઝી દ્વારા 'કેપ્ટન્સી મટિરિયલ' પર પૈસા ખર્ચવામાં કંજૂસાઈ જોવા મળી હતી. RCB ટીમે ઋષભ પંત અથવા કેએલ રાહુલ પર વધારે પૈસા ન લગાવ્યા. મેગા ઓક્શન પછી એવા સમાચાર હતા કે, વિરાટ કોહલી ફરીથી RCBનું નેતૃત્વ કરશે, પરંતુ હવે આ સમગ્ર મામલે RCB ફ્રેન્ચાઇઝના COO એ મોટો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતનો આ ખેલાડી ઈજાગ્રસ્ત, IPLની શરૂઆત મેચમાં પણ રમવું મુશ્કેલ

'અમારી ટીમમાં ઘણા લીડરો છે. જેમાંથી 4-5 લીડરો ધ્યાનમાં છે'

એક રિપોર્ટ પ્રમાણે RCB ના COO રાજેશ મેનને ખુલાસો કર્યો કે, તેમની ટીમમાં ઘણા લીડર છે અને હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. મેનને કહ્યું કે, હાલ અમે કંઈ નક્કી કર્યું નથી, અમારી ટીમમાં ઘણા લીડરો છે. જેમાંથી 4-5 લીડરો ધ્યાનમાં છે, તેમના વિશે અમે હાલમાં કાંઈ વિચાર્યુ નથી. આ વિશે અમે વિચાર વિમર્શ કરીશું અને પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું.

કોહલી આઈપીએલના ઇતિહાસમાં ત્રીજા સૌથી અનુભવી કેપ્ટન

કોહલી આઈપીએલના ઇતિહાસમાં ત્રીજા સૌથી અનુભવી કેપ્ટન છે. તેમણે 143  મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું છે અને તેમની જીતની ટકાવારી 48.56 રહી છે. તેમણે 2016 ની આવૃત્તિમાં RCB ને ફાઇનલમાં પહોંચાડી હતી. જ્યાં તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારી ગયા હતા.

RCB ના COO મેનને વ્યૂહરચના સમજાવી

મેનને કહ્યું કે, અમે અમારા હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ધ્યાનમાં રાખીને આક્રમણ બોલિંગ પસંદ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે RCB લીગની  સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એકને એકઠી કરવામાં સફળ રહ્યા છીએ. 

આ પણ વાંચો : 445 દિવસ બાદ મોહમ્મદ શમીની વાપસી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો મોકો

તેમણે કહ્યું- અમારી પાસે કોઈપણ પ્રકારની કમી નથી અને શું શું કરવાની જરૂર છે, અને અમારે કેવા પ્રકારની ભારતીય કોર ટીમ બનાવવાની જરૂર છે, તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમજ જો તમારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવું હોય, તો અમને કેવા પ્રકારના બોલિંગ આક્રમણની જરૂર છે, અમે તે કર્યું.

મેનને આગળ કહ્યું કે, 'જો તમે પહેલા દિવસને જોશો તો તે અમારા માટે ખૂબ જ ઓછો મહત્ત્વપૂર્ણ હતો. લોકોને લાગ્યું કે અમે હરાજીમાં ભાગ લઈ રહ્યા નથી, પરંતુ બીજા દિવસના અંતે ચાહકોથી લઈને નિષ્ણાતો સુધી બધાએ કહ્યું કે, અમે જે કર્યું તે શ્રેષ્ઠ હતું, કારણ કે અમે બધી ખામીઓ પૂરી કરી હતી, અને મને લાગે છે કે શ્રેષ્ઠ ટીમોમાંની એક ટીમ અમારી પાસે છે.'


Google NewsGoogle News