World Cup 2023 : મેકસવેલની ઇનિંગ પર વિરાટે શેર કરી ફની પોસ્ટ, કહ્યું - 'આ ફક્ત તમે જ કરી શકો'

ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 201 રન બનાવ્યા હતા

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : મેકસવેલની ઇનિંગ પર વિરાટે શેર કરી ફની પોસ્ટ, કહ્યું - 'આ ફક્ત તમે જ કરી શકો' 1 - image
Image:IANS

Virat Kohli Post For Glenn Maxwell : ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ODI World Cup 2023ની 39મી મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 291 રન બનાવ્યા હતા. જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 91 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહિયાંથી ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે કમાન સંભાળી અને તાબડતોડ બેટિંગ કરતા 128 બોલમાં બેવડી સદી ફટકારી ટીમને 3 વિકેટથી જીત અપાવી હતી. મેકસવેલની આ વિસ્ફોટક બેટિંગ પર તેના મિત્ર વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર એક ફની પોસ્ટ શેર કરી જે વાયરલ થઇ રહી છે.

World Cup 2023 : મેકસવેલની ઇનિંગ પર વિરાટે શેર કરી ફની પોસ્ટ, કહ્યું - 'આ ફક્ત તમે જ કરી શકો' 2 - image
Image:Instagram

વિરાટે શેર કરી પોસ્ટ

વિરાટ કોહલી અને ગ્લેન મેકસવેલ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સાથે રમે છે અને બંને એકબીજાના ખુબ સારા મિત્રો પણ છે. મેક્સવેલે ગઈકાલે જયારે તેના કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી તો વિરાટે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. વિરાટે મેકસવેલની તસવીર શેર કરતા લખ્યું હતું કે, 'આવું તમે જ કરી શકો છો, ફ્રીક.' આ સાથે તેણે ઈમોજી પણ શેર કરી હતી. વિરાટની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

World Cup 2023 : મેકસવેલની ઇનિંગ પર વિરાટે શેર કરી ફની પોસ્ટ, કહ્યું - 'આ ફક્ત તમે જ કરી શકો' 3 - image


Google NewsGoogle News