પાંચ વર્ષ નાના ક્રિકેટરની કૅપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, કહ્યું- તું હકદાર છે, અમે તારી સાથે
Virat Kohli play under captaincy of Rajat Patidar : આગામી IPL 2025ને લઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) ટીમના નવા કૅપ્ટન તરીકે રજત પાટીદારની નિમણૂક કરી છે. ગત વર્ષના મેગા ઑક્શન પહેલા RCBએ રજતને રિટેન કર્યો હતો. રજત પાસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટુર્નામેન્ટમાં મધ્ય પ્રદેશની કૅપ્ટનશીપ કરવાનો અનુભવ છે.
કોહલીએ રજત પાટીદારને પાઠવી શુભકામનાઓ
હવે રજત પાટીદારને ટીમનો કૅપ્ટન બનવાને લઈને વિરાટ કોહલીને શુભકામનાઓ પાઠવી છે. કોહલીએ કહ્યું હતું કે, 'હું અને ટીમના અન્ય સભ્યો તારી સાથે છીએ, રજત. તમે જે રીતે આ ફ્રેન્ચાઇઝીમાં પ્રગતિ કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે તેનાથી તે RCB ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. તું આનો હકદાર છે.' RCB અત્યાર સુધીમાં એકપણ ટ્રોફી જીતી નથી શકી. પરંતુ ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. છેલ્લી પાંચમાંથી ચાર સિઝનમાં ટીમે પ્લેઑફમાં જગ્યા બનાવી હતી.
કોહલી વર્ષ 2013થી 2021 સુધી RCBનો કૅપ્ટન રહ્યો
RCBની આ જાહેરાત પહેલાં વિરાટ કોહલી ફરી કૅપ્ટન તરીકે ટીમમાં પાછો ફરી શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. કોહલી વર્ષ 2013થી 2021 સુધી RCBનો કૅપ્ટન રહ્યો હતો. પરંતુ તેની કૅપ્ટનશીપમાં ટીમ એક પણ વખત ચેમ્પિયન બની શકી ન હતી. કોહલીએ 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું હતું. 36 વર્ષીય વિરાટ કોહલી હવે તેનાથી પાંચ વર્ષ નાના ક્રિકેટર રજત પાટીદારની કૅપ્ટનશીપમાં રમશે.
આ પણ વાંચો : IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કૅપ્ટન, કોહલી નહીં પણ રજત પાટીદારને કમાન
ઘરેલું ક્રિકેટમાં રજત પાટીદારનું શાનદાર પ્રદર્શન
31 વર્ષીય રજત પાટીદારે વર્ષ 2022માં ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યા હતા. રજતના નેતૃત્વમાં મધ્ય પ્રદેશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય ગત વર્ષે ટીમ મુંબઈ સામે પાંચ વિકેટે હારી ગઈ હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રજત અજિંક્ય રહાણે બાદ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 10 મેચોમાં 61ની સરેરાશથી 186.08ની સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા હતા.