વિરાટ કોહલીના ફોન વોલપેપર પર કયા બાબાનો ફોટો છે? દુનિયાની મોટી મોટી હસ્તીઓ છે તેમની ભક્ત
વિરાટ કોહલીના ફોનનું વોલપેપર આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ વોલપેપર નીમ કરોલી બાબાનો ફોટો છે. કૈંચી ધામના બાબા નીમ કરોલી બાબાના નામથી દેશભરમાં પ્રખ્યાત છે.
ઉત્તરાખંડ સ્થિત કૈંચી ધામના દર્શન કરવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તો આવે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પણ નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે, તેથી તે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે આ ધામમાં દર્શન માટે અવારનવાર જાય છે. વિરાટ કોહલીને નીમ કરૌલી બાબામાં ખૂબ શ્રદ્ધા છે અને તેનો પુરાવો તેના મોબાઈલ ફોનનું વોલપેપર છે. હા, વિરાટ કોહલીએ પોતાના મોબાઈલ ફોનના વોલપેપરમાં નીમ કરોલી બાબાની તસવીર રાખી છે. એરપોર્ટ પાડવામાં આવેલા એક ફોટોને સોશિયલ મીડિયામાં લોકોએ ઝુમ કરીને શેર કર્યો હતો જેમાં તેના મોબાઈલ ફોનની ઝલકમાં વોલપેપર પર નીમ કરૌલી બાબાની તસવીર દેખાઈ રહી છે.
નીમ કરોલી બાબા કોણ છે?
નીમ કરોલી બાબાને કેટલાક ભક્તો હનુમાનજીના અવતાર ગણાવે છે. કેટલીક વાયકાઓ પ્રમાણે તેમણે ચમત્કારના પરચા પણ બતાવ્યા છે. તેઓનો મુખ્ય આશ્રમ કૈંચી ધામ સ્થિત છે જેની સ્થાપન 1964માં થઈ હતી.
એપલ કંપનીના CEO અને ફાઉન્ડર સ્ટીવ જોબ્સ, ફેસબુકના માર્ક ઝકરબર્ગ, હોલિવૂડ એક્ટર જુલિયા રોબર્ટ્સ પણ નીમ કરોલી બાબાના ભક્તો છે.
વિરાટના ખરાબ ફોર્મમાં બાબાના આશીર્વાદ ફળ્યા
અગાઉ વિરાટ કોહલીને કોવિડ કાળ બાદ ફરીથી ફોર્મ પાછું લાવતા થોડો સમય લાગ્યો હતો. કોહલી ત્રણ વર્ષ સુધી એકપણ સદી ફટકારી શક્યો નહોતો. ત્યારે તેણે અને અનુષ્કાએ બાબા નીમ કરોલીના દર્શન કર્યા હતા. ત્યાર પછી વિરાટે સદી પણ ફટકારી હતી અને તેનો શ્રેય અનુષ્કાએ બાબા નીમ કરોલીને આપ્યો હતો.