IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ રજત પાટીદારને કમાન
RCB New Captain: IPL 2025ની શરૂઆત થાય તે પહેલાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક મોટો ફેરબદલ કર્યો છે. આરબીસીએ નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. આરસીબીની કમાન વિરાટ કોહલીને નહીં પણ યુવા ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે.
કોનું નામ ચર્ચામાં હતું?
ઉલ્લેખનીય છે કે આરસીબીમાં કેપ્ટન પદ માટે વિરાટ કોહલી સૌથી પ્રબળ દાવેદાર હતો. તે 2013 થી 2021 સુધી આરબીસીના કેપ્ટન પદે રહી પણ ચૂક્યો હતો. જોકે તેણે 2023માં પણ અમુક મેચમાં કેપ્ટન્સી કરી હતી. જોકે રજત પાટીદાર 2021થી આરસીબીમાં જોડાયેલો રહ્યો છે. નવેમ્બરમાં મેગા હરાજી પહેલા તેણે પણ આરબીસી દ્વારા રિટેન કરાયો હતો. પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીની 2024-25 સિઝનમાં મધ્યપ્રદેશ તરફથી કેપ્ટન્સી કરી ચૂક્યો છે.
પહેલાં કોણ કેપ્ટન હતો?
વિરાટ કોહલી 2013 થી 2021 દરમિયાન RCB નો કેપ્ટન હતો. તેના પછી ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી. પરંતુ RCB એ ગયા વર્ષે મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો હતો. ડુપ્લેસિસ 2022 થી 2024 સુધી આરસીબીનો કેપ્ટન રહી ચૂક્યો છે. હવે આ વખતે આઈપીએલમાં 40 વર્ષીય ડુ પ્લેસિસ આ દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે.