BOXING DAY TEST માં કોહલી પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક, ટ્રોલર્સને મળશે જડબાતોડ જવાબ
Virat Kohli Eyes on Sachin Tendulkar Record IND vs AUS: ભારતે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કર્યા બાદ સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ 26મી ડિસેમ્બરે પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરુ થનાર છે. ભારતીય ચાહકોની નજર વિરાટ કોહલી પર છે, કારણ કે વિરાટે પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ફોર્મમાં વાપસી કરવાનો સંકેત આપ્યા હતો. જો કે, એ પછી છેલ્લી બે ટેસ્ટ મેચમાં વિરાટનું પ્રદર્શન ઠીક-ઠાક રહ્યું હતું.
આ પણ વાંચો :અક્ષર પટેલની જગ્યાએ તનુષ કોટિયનને કેમ ટીમમાં સામેલ કરાયો? રોહિત શર્માએ આપ્યો જવાબ
વિરાટ કોહલીનો રેકોર્ડ મેલબોર્નમાં સારો રહ્યો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા હોય તે સ્વભાવિક છે. કોહલીએ અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, અને ત્રણ ટેસ્ટ મેચમાં એક સદી સાથે કુલ 316 રન બનાવ્યા છે. કોહલી હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક છે અને તે આ મેચમાં મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
આ પણ વાંચો: IND vs AUS: ચોથી ટેસ્ટમાં ટીમથી બહાર થઈ શકે છે ટ્રેવિસ હેડ? આ ખેલાડીનું ડેબ્યૂ કન્ફર્મ
સચિનના આ રેકોર્ડ પર વિરાટની નજર
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. સચિને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુલ 449 રન બનાવ્યા છે, અને આ અત્યાર સુધીનો અતૂટ રેકોર્ડ રહ્યો છે. હવે જો વિરાટ કોહલી બોક્સિંગ ડે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 134 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકરને પાછળ પાડીને આગળ નીકળી જશે.