કોહલીએ મેદાનમાં જ બાંગ્લાદેશના વિવાદિત ક્રિકેટર સાથે કરી મશ્કરી, સ્ટંપ માઈકમાં ઘટના કેદ
IND Vs BAN : ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. મેચ દરમિયાન વિરાટ બાંગ્લાદેશના વિવાદિત ખેલાડી શાકિબ અલ હસન સાથે મશ્કરી કરતો જોવા મળ્યો હતો.
હકીકતમાં શાકિબ સતત વિરાટના પગ પાસે બોલિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ શાકિબની ઓવર સમાપ્ત થયા પછી વિરાટે તેણે કહ્યું કે, મલિંગાની જેમ યોર્કર પર યોર્કર બોલ ફેંકી રહ્યો છે. આ સમગ્ર વાતચીત સ્ટંપ માઈકમાં કેદ થઇ ગઈ હતી. હવે ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિરાટ કોહલી 6 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી ઈનિંગમાં તેણે 17 રન બનાવ્યા હતા. જો વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં ડીઆરએસનો ઉપયોગ કર્યો હોત તો તેને બચાવી શકાયો હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં.
મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બાંગ્લાદેશ પર 309 રનની લીડ મેળવી લીધી હતી. ભારતે બીજા દાવમાં 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે, ઋષભ પંત શુભમન ગિલ સાથે ક્રીઝ પર હાજર છે. ત્રીજા દિવસે ભારતની નજર મહેમાનોને 500થી વધુનો લક્ષ્યાંક આપવા પર રહેશે. ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિરાટ કોહલી માત્ર 6 રન કરીને આઉટ થઇ ગયો હતો, જ્યારે બીજી ઈનિંગમાં તેણે 17 રન કર્યા હતા. જો તેણે બીજી ઈનિંગમાં રીવ્યુ લીધો હોત તે પોતાની વિકેટ બચાવી શક્યો હતો, પરંતુ તેણે તેમ કર્યું નહીં.
બીજી ઈનિંગમાં ભારતે અત્યાર સુધીમાં 287ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી છે. તેની સાથે ભારતે હાલમાં બાંગ્લાદેશ સામે 514 રનની લીડ મેળવી લીધી હતી. ઋષભ પંત શુભમન ગિલ શાનદાર બેટિંગ કરતા બંનેએ સદી ફટકારી હતી. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ રવિચંદ્રન અશ્વિનની સદી અને રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલની અડધી સદીના આધારે 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશી ટીમ પહેલી ઇનિંગમાં149 રન પર જ સમેટાઈ ગઈ હતી.