World Cup 2023 : વિરાટની નજર સચિનના બે રેકોર્ડ પર, માત્ર 34 રન બનાવતા જ નીકળી જશે આગળ
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાનાર છે
Image:IANS |
World Cup 2023 IND vs SL : ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે જયારે શ્રીલંકા સામે વાનખેડેના મેદાન પર ઉતરશે ત્યારે તેની નજર સચિન તેંડુલકરના બે રેકોર્ડ પર રહેશે. પ્રથમ રેકોર્ડ સૌથી વધુ વખત એક કેલેન્ડર યર(Virat Kohli May Break Sachin Tendulkar's Most 1000 ODI Runs Record)માં 1,000 રનનો આંકડો પાર કરવાનો છે. જયારે બીજા રેકોર્ડમાં તે આજે સચિનની બરોબરી કરી શકે છે.
સચિનના આ રેકોર્ડ પર વિરાટની નજર
વાત કરીએ પ્રથમ રેકોર્ડની તો વિરાટ અને સચિને અત્યાર સુધી એક કેલેન્ડર યરમાં 7-7 વખત એક હજાર રનનો આંકડો પાર કર્યો છે. આજે વિરાટ કોહલી આ મામલે સચિન તેંડુલકરથી આગળ નીકળી શકે છે. કોહલીએ આ વર્ષે વનડે ક્રિકેટમાં 966 રન બનાવ્યા છે અને તે 1000 રનનો આંકડો સ્પર્શવાથી માત્ર 34 રન દૂર છે. જો કોહલી આજે 1,000 રન પૂરા કરી લેશે તો આવું કરનાર તે ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન બની જશે જેણે વનડે ક્રિકેટમાં 8 વખત એક કેલેન્ડર યરમાં 1 હજાર રન પૂરા કર્યા હોય.
વિરાટ કોહલી કરશે આજે સચિનના રેકોર્ડની બરોબરી
વિરાટની નજર સચિનના બીજા એક રેકોર્ડ પર હશે, જેની તે આજે બરોબરી કરી શકે છે. તે સચિનના રેકોર્ડની બરોબરી કરવાથી માત્ર એક સદી દૂર છે. સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાં 463 મેચની 452 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. જયારે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 287 મેચની 275 ઇનિંગ્સમાં 48 સદી ફટકારી છે.