World Cup 2023 : કોહલી આજે જન્મદિવસ પર રમશે ત્રીજી મેચ, બર્થ-ડે પર ઈતિહાસ રચવાની તક

વિરાટ કોહલીએ તેના જન્મદિવસ પર પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે વર્ષ 2015માં રમી હતી

વિરાટ કોહલીએ તેના જન્મદિવસ પર બીજી મેચ સ્કોટલેન્ડ સામે રમી હતી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કોહલી આજે જન્મદિવસ પર રમશે ત્રીજી મેચ, બર્થ-ડે પર ઈતિહાસ રચવાની તક 1 - image
Image:IANS

World Cup 2023 IND vs SA : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 5 નવેમ્બરનો દિવસ ખુબ જ ખાસ છે. કારણ કે આજના દિવસે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli Birthday)નો જન્મદિવસ છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો પહેલીવાર ODI World Cup 2023માં આમને સામને થશે. વિરાટના ક્રિકેટિંગ કરિયરમાં આ ત્રીજી વખત હશે જ્યારે તે તેના જન્મદિવસ પર મેચ રમતા જોવા મળશે. વિરાટ આ પહેલા પણ બે વખત તેના જન્મદિવસ પર મેચ રમી ચુક્યો છે અને ખાસ વાત એ છે કે આ બંને મેચમાં ભારતીય ટીમને જીત મળી છે. સરળ શબ્દોમાં કહીએ તો વિરાટ કોહલી તેના જન્મદિવસ પર મેચ રમે અને ભારત હારી જાય એવું અત્યાર સુધી બન્યું નથી. વિરાટ પાસે આજે 49મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરવાની તક છે.

સેમિફાઈનલ માટે બંને ટીમો કરી ચુકી છે ક્વાલિફાઈ 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ODI World Cup 2023ની 37મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં બપોરે 2:00 વાગ્યે રમાનાર છે. આ વર્લ્ડ કપમાં ભારતે તેની તમામ 7 મેચ જીતી છે જયારે સાઉથ આફ્રિકાની ટીમે 7 મેચમાંથી 6 મેચ જીતી છે. ભારત માટે સાઉથ આફ્રિકાને હરાવવું એટલું આસાન હોવાનું નથી. કારણ કે સાઉથ આફ્રિકન ટીમ ખુબ મજબૂત લાગી રહી છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. આ બંને ટીમો ODI World Cup 2023ના સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ચુકી છે.

5 નવેમ્બર 2015 vs સાઉથ આફ્રિકા

વિરાટ કોહલીએ તેના જન્મદિવસ પર પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે વર્ષ 2015માં રમી હતી. તે ટેસ્ટ મેચ હતી જે મોહાલીમાં 5 નવેમ્બરથી શરુ થઇ હતી. ભારતે તે મેચ 108 રનથી જીતી હતી. તે સમયે કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. પરંતુ કોહલીનું પ્રદર્શન તે મેચમાં કઈ ખાસ ન હતું. કોહલીએ પ્રથમ ઇનિંગમાં 1 રન અને બીજી ઇનિંગમાં 29 રન બનાવ્યા હતા.

5 નવેમ્બર 2021 vs સ્કોટલેન્ડ 

વિરાટ કોહલીએ તેના જન્મદિવસ પર બીજી મેચ સ્કોટલેન્ડ સામે રમી હતી. આ મેચ T20 World Cup 2021માં રમાઈ હતી. સ્કોટલેન્ડે ભારતને 20 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 81 બોલ બાકી રહેતા 8 વિકેટથી તે મેચ જીતી હતી. આ મેચમાં કોહલી 2 રન બનાવી અણનમ રહ્યો હતો. આ મેચની ખાસ વાત એ હતી કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમાયેલી આ છેલ્લી સિરીઝ હતી. 

5 નવેમ્બર 2023 vs સાઉથ આફ્રિકા

વિરાટ કોહલી ફરી એકવાર તેના જન્મદિવસ પર મેચ રમવા જઈ રહ્યો છે. આ વખતે પણ તે સાઉથ આફ્રિકા સામે રમશે. આ મેચની ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પ્રથમ વખત તેના જન્મદિવસ પર વનડે મેચ રમતો જોવા મળશે અને આ વખતે તે કેપ્ટન નહીં પરંતુ એક ખેલાડી તરીકે ભારત તરફથી તેના જન્મદિવસ પર મેચ રમશે.

World Cup 2023 : કોહલી આજે જન્મદિવસ પર રમશે ત્રીજી મેચ, બર્થ-ડે પર ઈતિહાસ રચવાની તક 2 - image


Google NewsGoogle News