VIDEO : આઉટ થતાં જ કોહલી ગિન્નાયો, ગુસ્સામાં બેફામ બોલવા લાગ્યો, BGTમાં ફ્લોપ પ્રદર્શન
Virat Kohli Angry After Getting Out: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખૂબ ખરાબ રહી છે. સીરિઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. તે આખી સીરિઝમાં એક જ પ્રકારે આઉટ થતો રહ્યો અને છેલ્લી ઈનિંગમાં પણ કંઈક આવું જ થયું. સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ કોહલી સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જોકે, આઉટ થયા બાદ કોહલીએ પિત્તો ગુમાવી દીધો હતો, તે ગુસ્સામાં બેફામ બોલવા લાગ્યો અને તેણે બધો ગુસ્સો પોતાના પર જ ઠાલવ્યો હતો.
The Scott Boland show is delivering at the SCG!
— cricket.com.au (@cricketcomau) January 4, 2025
He's got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j
સિડની ટેસ્ટમાં વિરાટ કોહલીએ પિત્તો ગુમાવ્યો
સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરાટ કોહલી 12 બોલ પર માત્ર 6 રન જ બનાવી શક્યો હતો. આ ઈનિંગમાં તે સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો. મેચની પ્રથમ ઈનિંગમાં પણ તેને સ્કોટ બોલેન્ડે જ આઉટ કર્યો હતો. એક વખત ફરી વિરાટ બહાર જતા બોલ પર પોતાનું કંટ્રોલ ન રાખી શક્યો અને સ્લિપમાં સ્ટીવ સ્મિથને કેચ આપી બેઠો. મેચની પ્રથમ ઈનિંગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. પરંતુ આ વખતે તે આઉટ થયા બાદ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે પોતાનો પિત્તોલ ગુમાવી દીધો હતો. આઉટ થયા બાદ તો પોતાનું જ માથું પીટતો નજર આવ્યો અને બેફામ કેટલાક અપશબ્દો પણ બોલ્યો.
BGTમાં કોહલીનું ફ્લોપ પ્રદર્શન
વિરાટ કોહલી માટે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 શરૂઆત સારી રહી હતી. તેણે પર્થ ટેસ્ટમાં શદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ તે સતત 4 મેચમાં ફ્લોપ રહ્યો છે. તે પર્થ ટેસ્ટ સિવાય કોઈપણ ટેસ્ટમાં અડધી સદી પણ ફટકારી નથી શક્યો. આ ખરાબ પ્રદર્શનને કારણે તે 5 મેચની સીરિઝમાં 23.75ની એવરેજથી માત્ર 190 રન જ બનાવી શક્યો છે.